મેરેજ સિઝનમાં તમારા લહેંગા સાથે બનાવડાવો આ ચોલી, નહીં પડે દુપટ્ટાની જરૂર

PC: designersoutfits.com

વેડિંગ સિઝન અને પાર્ટીમાં જવા માટે લહેંગા એક ઘણો સારો ઓપ્શન છે. લહેંગાની સાથે તમે જો વિવિધ ચોલી બનાવડાવીને એક્સપરીમેન્ટ કરીને તમે તમારા લુકને વધારે ગ્લેમરસ બનાવી શકશો. ચોલીમાં દર વખતે એક જ ડિઝાઈન રાખવાને બદલે તમે તેમાં ચેન્જ કરી શકો છો. તો ચાલો જોઈએ એવા કેટલાંક ચોલીની ડિઝાઈન જેને પહેરવાથી તમને દુપટ્ટો પહેરવાની જરૂર નહીં પડે.

  1. ગ્લેમરસ લુક માટે આ ઓફ શોલ્ડર ચોલી બનાવડાવો. આમાં લહેંગાની સાખે મેચિંગ કેપની સ્લીવ્ઝ આપવામાં આવી છે. તેની સાથે તમે સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ પહેરી શકો છો.
  2. લોંગ કેપ સ્લીવ્ઝવાળી આ ચોલી તમને ગ્લેમરસ લુક આપશે. લહેંગાના મેચિંગ કલર સાથે સ્લીવ પર અમબ્રોઈડરી કરવામાં આવી છે.
  3. સેમ કલરની કેપ ચોલી પર ગોલ્ડન ફ્લોરલ ડિઝાઈન કરવામાં આવી છે. આ તમારા આર્મ્સને સ્લીમ લુક આપે છે.
  4. હેવી કેપ સ્લીવ્ઝવાળી આ ચોલીને માત્ર લહેંગા સાથે જ નહીં પરંતુ સાડી સાથે પણ પહેરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp