દિલ્હીમાં પહેલીવાર યોજાયો ટ્રાન્સજેન્ડર મોડલ્સનો ફેશન શો

PC: india.com

દિલ્હીના કિટ્ટી સુ નામના એક લક્ઝુરીયસ ક્લબમાં સૌ પ્રથમ વખત ટ્રાન્સજેંડર મોડેલ્સ માટે ફેશન શોનું આયોજન કરવામાં વ્યું હતું. આ ફેશન શોનું નામ અંડર ધ રેનબો રાખવામાં આવ્યું હતું. આ શોમાં ટ્રાન્સજેંડર મોડેલ્સે પોતાની પર્સનાલીટી અને ચાર્મથી ચાર ચાંદ લગાવી દીધા હતા. ફેશન શોમાં દરેક મોડેલ્સ આત્મવિશ્વાસથી રેમ્પ વોક કરતી જોવા મળી હતી. સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવેલા આ ટ્રાન્સજેંડર મોડેલ્સે આ મંચ પર પોતાનો હુનર બતાવ્યો હતો. ફેશન શોનો મુખ્ય મક્સદ એ હતો કે ટ્રાન્સજેંડર તાલી વગાડીને પૈસા માગવા કરતા કંઈક કરીને પોતાની જિંદગીનું ગુજરાન કરે.

 

 

 

 

આ શોમાં લેટેસ્ટ સ્ટાઈલ અને ટ્રેન્ડ જોવા મળ્યા હતા. આ મોડેલ્સે જે પણ આઉટફીટ પહેર્યા હતા તે ઘણા ટ્રેન્ડી હતા. આ ફેશન શોમાં જમ્પસૂટ થી લઈને સેક્વીનની સાડીને મોડેલ્સે પહેરીને રેમ્પ વોક કર્યું હતું. તેમણે ફેશન શોમાં જાણીતા ફેશન ડિઝાઈનર રોહિત બાલ, તુરણ તાહલીયાની, નમ્રતા જોશીપુરા, ગૌરી નૈનીકા, ગીશા ડિઝાઈન્સ બાય પારસ એન્ડ શાલિની, પલ્લવી મોહન અને અર્જુન સાલુજાના ડિઝાઈન કરેલા કપડાં પહેર્યા હતા.

 

 

આ ફેશન શોમાં મિસ ટ્રાન્સ ક્વીન ઈન્ડિયા, લલિત ગ્રુપ સ્ટાફના બે ટ્રાન્સજેન્ડર સ્ટાફ મેમ્બર, ઈન્ડિયન ડ્રગ ક્વીન્સ, સીડનીના ફેવરીટ ડ્રેગ ક્વીનનો ખિતાબ મેળવનાર ડીજે કીટ્ટી ગ્લીટરે પણ ભાગ લીધો હતો. આ સિવાય વિકલાંગ ડીજે વરુણ ખુલ્લરે શોમાં પોતાનું મ્યુઝીક આપ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp