તમારા લિપ્સને નેચરલી પિંક કરવાના નુસખા

PC: Ricky's

હોઠ દરેક યુવતીની સુંદરતાનો ભાગ હોય છે અને જો હોઠ પિંક હોય તો એ ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવે છે. સ્ટ્રેસ, પ્રદૂષણ અને કેમિકલ હોઠને કાળા કરી દે છે. નીચેના નુસખાઓ હોઠને નેચરલી પિંક રાખવામાં મદદ કરે છે.

મોઈસ્ચરાઈઝર:
પોતાના હોઠની નરમાશ જાળવી રાખવા મોઈસ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારા હોઠ પિંક રહેશે.

ગુલાબજળ:
હોઠ પરની કાળાશ હટાવવા રોજ રાત્રે સૂતા પહેલાં ગુલાબજળ લગાવવું જરૂરી છે.

લીંબુ:
લીંબુનો ઉપયોગ પણ હોઠની કાળાશ દૂર કરવા થાય છે. લીંબુની છાલને પોતાના હોઠ પર લગાવવાથી હોઠની નરમાશ જળવાશે અને હોઠ નેચરલી પિંક થશે.

લીમડો:
થોડાંક લીમડાના પાંદડાને વાટી અને તેમાં થોડું મધ નાંખી તેનો લેપ હોઠ પર કરવાથી હોઠની કાળાશ દૂર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp