શિયાળામાં કેવી રીતે કરશો શરીરની માવજત

PC: arsiv.gen.tr

શિયાળાની શરૂઆત થતા જ સૌના હાથ-પગ ફાટવા લાગે છે. આથી આપણી ત્વચા રુક્ષ ન થાય તે માટે ક્રીમ લગાડવાનું શરૂ કરી દઈએ છે. તેવી જ રીતે આપણા નખ પણ બરડ થઈ જતા હોય છે. તો હાથની સાથે નખની પણ માવજત કરવી જોઈએ. તો જાણી લો કેવી રીતે કરશો નખની સંભાળ

  1. નહાતા પહેલા તમારા હાથ પર તેલ લગાડી દો. આમ કરવાથી તમે તમારા હાથને સાબુ અને ગરમ પાણીથી બચાવી શકશો. નહાયા બાદ તમારા આખા શરીર પર મોશ્ચરાઈઝર લગાડવું જોઈએ. રાતે સૂતા પહેલા પણ તેને લગાડવાનું ભૂલવું જોઈએ નહીં.
  2. નખની માવજત માટે શિયાળા દરમિયાન અવોકાડો ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. ઓઈલને દરેક આંગળી અને નખ પર લગાવી થોડી વાર માલિશ કરવી જોઈએ. જેથી તમારા નખ સાઈન મારે અને સ્મૂધ થાય.
  3. ઓલિવ ઓઈલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઈલ તમારા શરીર અને નખ બંને માટે ફાયદાકારક છે. ઓઈલમાં વિટામીન એ અને ભરપૂર છે આથી જ્યારે તમે તેને લગાવો તો તમારી સ્કીનને ઓક્સિજન પૂરુ પાડે છે.
  4. અઠવાડિયામાં એક વખત સૂકાઈ ગયેલી અને ડેડ સ્કીનને સ્ક્રબ દ્વારા કાઢી નાખવી જોઈએ.
  5. મોશ્ચરાઈઝરવાળા સાબુનો ઉપયોગ કરવો જોઈએ જેથી તમારી સ્કીન ડ્રાય ન થઈ જા. માઈલ્ડ ગ્લિસરીનવાળા સાબુ એકદમ બેસ્ટ છે.
  6. ઠંડીમાં સૌને ગરમ પાણીથી જ નહાવાનું પસંદ હોય છે, પંરતુ ગરમ પાણીથી નહાવાને લીધ તમારી સ્કીન ડ્રાય થઈ જતી હોય છે. માટે એકદમ ગરમ પાણીથી નહાવાને બદલે ગરમ-ઠંડુ બંને પાણી મિક્સ કરીને નહાવું જોઈએ.
  7. ઘરની બહાર નીકળતા પહેલાના 20 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાડી દેવું જોઈએ. એસપીએફવાળું સનસ્ક્રીન અને લોશન વાપરવું હિતાવહ છે.
  8. નખની સમયાંતરે શેપ આપતા રહેવો જોઈએ અને નખની જાળવણી માટે નખ પર બેઝ કોટ લગાડવો જોઈએ. આમ કરીને નખની નેચરલ સાઈન પણ જળવાઈ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp