પેરીસ ફેશન વીકમાં ભારતીય મોડલો અને ફેશન બની પ્રેરણા

PC: hindustantimes.com

ભારતીય ફેશન દુનિયાભરમાં લોકપ્રિય છે તે આપણને બધાને ખબર છે, પરંતુ હવે તે વૈશ્વિક ડીઝાઈનર્સ માટે પ્રેરણાદાયીપણ બની રહી છે અને ભારતને ફેશન વર્લ્ડના મંચ પર અનોખું સ્થાન અપાવી રહી છે. 2018 સ્પ્રિંગ/સમર પેરીસ ફેશન વીકમાં ઇન્ડિયા ફેક્ટર છવાયેલું રહ્યું હતું.

મોડલ દિપ્તી શર્માએ તેની કરિયરને એક અનોખો ઓપ આપ્યો હતો અને તેને બલેન્સીયાગા જેવી કંપની માટે રેમ્પ વોક કરવાનો મોકો મળ્યો હતો. અહીં એ નોંધવાની વાત છે કે દિપ્તીનું આ ઇન્ટરનેશનલ ડેબ્યુ હતું જેમાં તેણે આ સ્પેનીશ ફેશન હાઉસ માટે રેમ્પ વોક કર્યું હતું. તો નીલમ કે ગીલ જે હવે આંતરરાષ્ટ્રીય સર્કિટમાં જાણીતું નામ બની ગયું છે તેણે લોરીયાલ માટે વોક કર્યું હતું જે અદ્ભુત આર્ક દી ત્રીયોમ્ફના બેકગ્રાઉન્ડમાં આયોજીત કરવામાં આવ્યું હતું. નિલમને સુપર મોડલ અને લેજન્ડ ડેમ હેલન મિર્રેન સાથે રેમ્પ વોક કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું.

દિલ્હીના ડિઝાઈનર રાહુલ મિશ્રાના લાઈટ અને શેડોવાળા કલર્સના કલોધિંગને પેરીસ ફેશન વીકમાં ખુબ વખાણવામાં આવ્યા હતા. તો મનીષ અરોરાના કલેક્શન ડિસ્કો યુગની યાદ અપાવતા હતા. આ તમામ ક્લેક્શને ફ્રેન્ચ તેમજ અન્ય દેશોના ડિઝાઈનરોને ભરપૂર પ્રેરણા આપી હોવાનું અહીં ચર્ચાઈ રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp