શું આદિત્ય બિરલા ગ્રુપની abof.com બંધ થઇ રહી છે?

PC: abof.com

abof.com એટલેકે ‘ઓલ અબાઉટ ફેશન’ જે એક ઓનલાઈન ફેશન પોર્ટલ છે અને જે ફોર્ચ્યુન 500 કંપની આદિત્ય બિરલા ગ્રુપની સબસીડરી છે તે જાણવા મળ્યા મુજબ બંધ થઇ રહી છે.  આ પોર્ટલ પર ફેશન એપરલ્સ, ફૂટવેર્સ અને એસેસરીઝનું ઓનલાઈન વેચાણ થતું હતું.

કંપની સાથે જોડાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર કંપનીના તમામ કર્મચારીઓની એક ટાઉનહોલ મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં કંપનીને બંધ કરવાની જાહેરાત થઇ હતી. આ મીટીંગમાં એવું જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં કંપની બંધ થઇ જશે.

જો કે હજીસુધી કંપની દ્વારા કર્મચારીઓને આ અંગે કોઈ આધિકારિક ઈમેઈલ ન મોકલવામાં આવ્યો હોવાનું પણ આ સુત્રે ઉમેર્યું હતું.  કર્મચારીઓ માટે રાહતના સમાચાર એ છે કે abof તેમને નોકરી છોડીને જવાનું નથી કહી રહી. જાણવા મળ્યા અનુસાર abofની પેરેન્ટ કંપની એટલેકે આદિત્ય બિરલા ગ્રુપ શક્ય હોય ત્યાંસુધી તમામ કર્મચારીઓને તેમની વિવિધ શાખાઓમાં નોકરી આપી દેશે.

ઓક્ટોબર 2015માં abof.comની સ્થાપના થઇ હતી અને ફેશનને લગતી તમામ જરૂરિયાતો આ એક જ પ્લેટફોર્મ પર પૂરી પાડવાની ઘોષણા કરવામાં આવી હતી. પોર્ટલના લોન્ચ પ્રસંગે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા પણ હાજર રહ્યા હતા.

abofનું આમ માત્ર બે વર્ષમાં જ બંધ થઇ જવું ઘણા માટે આશ્ચર્યજનક રહ્યું છે કારણકે આદિત્ય બિરલા ખુદ મદુરા ફેશન અને આદિત્ય બિરલા ફેશન એન્ડ રીટેઈલ લીમીટેડ (જૂનું પેન્ટાલૂન) ના નામે ફેશન એપરલ્સનો બિઝનેસ ચલાવી રહ્યું છે અને તેનો જબરદસ્ત ટેકો abof.comને મળી રહ્યો હતો.

હાલમાં બેંગ્લોરમાં હેડક્વાર્ટર ધરાવતા abof દેશના 500 વિવિધ શહેરોમાં પોતાની સેવાઓ આપી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp