શિયાળામાં મેકઅપ કરવા માટેની સરળ ટીપ્સ

PC: fashionlib.net

મેકઅપ લવર્સ માટે શિયાળાની સીઝન બેસ્ટ હોય છે. કારણ કે આ સીઝનમાં તમે તમારા મેકઅપ સાથે ઘણા એક્સપરીમેન્ટ્સ કરી શકો છો. જે મેકઅપ તમે ગરમીની સીઝનમાં ન કરી શકો તેને શિયાળાની સીઝન દરમિયાન કરીને પોતાને અલગ લુક આપી શકો છો.

પરંતુ શિયાળા મેકઅપ કરતી વધતે પણ ઘણું ધ્યાન રાખવું પડે તેવું છે કારણ કે શિયાળાની સીઝનમાં સ્કીન રુક્ષ અને ડ્રાય થઈ જતી હોવાથી ઘણી વખત તમારા લુકને બગાડી દેતો હોય છે. તો ચાલો આજે એવી જ કેટલીક ટીપ્સ અંગે વાત કરીએ જેને ટ્રાય કરવાથી તમે શિયાળામાં એકદમ સુદર લુક મેળવી શકશો.

શિયાળામાં મેકઅપ કરો તે પહેલા જરૂરી છે તમારી સ્કીન એકદમ સારી રીતે મોઈશ્ચરાઈઝ કરી લો. તે માટે મેકઅપ લગાવતા પહેલા તમારા ફેસને ક્લિઝીંગ મિલ્કથી સાફ કરી ક્રીમ અથવા લોશ લગાડવું જોઈએ.

ત્યાર પછી ફેસ પર પ્રાઈમર લગાવ્યા પછી સ્કીનના રંગ અનુસારનું ફાઉન્ડેશન લગાડો. શિયાળાની સીઝનમાં હંમેશા ક્રીમ બેઝ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઈએ. બેઝ અને કોમ્પેક્ટ પાવડરને સારી રીતે સ્કીનમાં બ્લેન્ડ કરી લગાડવો જોઈએ.

શિયાળાની સીઝનમાં બ્લેક અને બ્રાઉન કલરની આઈ શેડો તમારી આંખને સેમોકી લુક આપશે. સ્મોકી આઈઝ તમને  હોટ અને બોલ્ડ લુક આપશે.

શિયાળામાં મેકઅપ કરતી વખતે આંખો પર કાજલ, લાઈનર અને મસ્કરાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. ઠંડીની સીઝનમાં તે તમારી આંખને અલગ જ લુક આપશે.

મેકઅપ કર્યા બાદ હોઠ પર લિપસ્ટીક લગાડતાના 10-15 મિનિટ પહેલા લીપ બામ લગાડી દેવું જોઈએ, જેથી તમારા હોઠ કોમળ રહે અને લિપસ્ટીક લાંબા સમય સુધી ટકી રહેશે.

શિયાળામાં લિપસ્ટીકના ડાર્ક શેડ પસંદ કરવા જોઈએ. તેનાથી ફેસ પર નિખાર આવે છે. પીંક, મરુન, બ્રાઉન અને લાલ કલરની લિપસ્ટીકના શેડ્સ સારા લાગે છે. જો તમે વધારે એક્સપરીમેન્ટ કરવા માગતા હોવ તો નવા શેડ્સ જેવા કે પર્પલ અને બ્લેક કલરની લિપસ્ટીક લગાવી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે આ કલર તમારા ફેસ પર શોભવી જોઈ નહીં તો તમે લોકોના મજાકનું કારણ બની શકો છો.

ફેસ પર ચમક લાવવા માટે ગાલ પર બ્લશર અથવા બ્રોન્ઝ લગાડી શકો છો. જે તમને એકદમ ફ્રેશ લુક આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp