દુર્ગાપૂજાના મૂડમાં ફ્રેશ સ્ટાઈલના ક્લોધિંગ અને એસેસરીઝમાં જોવા મળી સુષ્મિતાસેન

PC: timesofindia.indiatimes.com

સમગ્ર બંગાળમાં દુર્ગાપૂજાની ધૂમ છે તો દેશના અન્ય ભાગમાં રહેતા બંગાળીઓ તેની ઉજવણીથી દૂર કેવી રીતે રહી શકે? પૂર્વ મીસ યુનિવર્સ સુષ્મિતા સેન હાલમાં ઘણા સમયથી ગ્લેમરની દુનિયાથી દૂર રહી હતી પણ હાલમાં તેણે એક ગ્લેમ વોકમાં હિસ્સો લીધો હતો અને તેણે પહેરેલા ફ્રેશ સ્ટાઈલના કલોધિંગ અને એસેસરીઝ જોઇને લોકોની આંખો ચાર થઇ ગઈ હતી.

આ ગ્લેમ વોકમાં પહેલા સુષ્મિતાએ ગાઉન સાથે વોક કરી હતી અને ત્યારબાદ શશી વેન્ગાપલ્લીના ટ્રેડીશલ ડ્રેસમાં તેણે પાઉડર બ્લ્યુ લહેંગો અને ચોલી પહેરીને વોક કર્યું હતું. આ ઉપરાંત આ લહેંગા પર ગોલ્ડન એમ્બ્રોઇડરી પણ જોવા મળી હતી.

સામાન્ય રીતે આ પ્રકારના ડ્રેસીઝ સાથે મોડેલ્સ હેવી જ્વેલરી પહેરીને રેમ્પ પર ઉતરતી હોય છે, પરંતુ સુશે ફક્ત કાનમાં એક નથ પહેરી હતી અને તે સિવાય તેણે સુંદર મેકઅપ પણ કર્યો હતો અને કપાળમાં એક નાનકડી બિંદી લગાવી હતી જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.

એવું લાગી રહ્યું છે કે આ વર્ષે તહેવારોમાં નામ માત્રના ઘરેણા ટ્રેન્ડ બનીને રહેવાના છે. જો તમારે પણ તહેવારોની આ સિઝનમાં અન્યોથી અલગ દેખાવું હોય તો સુષ્મિતાના આ ડ્રેસિંગ પરથી તમે પ્રેરણા જરૂરથી લઇ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp