ઓઈલી સ્કીન પર મેકઅપ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન

PC: stylecraze.com

તેલગ્રંથિઓ વધુ ક્રિયાશીલ રહેવાને કારણે તેમની ત્વચામાં સીબમ અને અતિરિક્ત તેલનું ઉત્પાદન થાય છે. જેથી ઓઈલી સ્કીન પર મેકઅપ કરવું મુશ્કેલ થાય છે. ઓઈલી સ્કીન પર મેકઅપ થોડાં સમય બાદ ખરાબ થવા માંડે છે. આમ, ઓઈલી સ્કીન પર મેકઅપ કરવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

સૌથી પહેલાં પ્રાઈમરથી શરૂઆત કરવી જોઈએ. જે સ્કીન પર ઓઈલની ઉત્પત્તિને રોકે છે. મેટ ફિનિશનું પ્રાઈમર ઓઈલી સ્કીન માટે બેસ્ટ રહે છે.

પ્રાઈમર બાદ મિનરલ મેકઅપનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવા પાઉડરનો ઉપયોગ કરવો જોઈએ.

ઓઈલી સ્કીન માટે મેટ કોમ્પેક્ટ સૌથી લાભદાયક રહે છે. આ ઓઈલી સ્કીન સામે લાંબા સમય સુધી ટકી રહે છે. મેકઅપને સેટ રાખવા અને ટકાવી રાખવા બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરવો જરૂરી છે.

ચહેરા પરના નિશાન છુપાવા કન્સીલરનો પ્રયોગ કરવો ખૂબ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp