આ સનગ્લાસિસ પહેરશો તો દેખાશો એકદમ સ્ટાઈલિશ

PC: panthermedia.com

એક કહેવત છે ને કે ડાયમંડ્સ આર વિમેનસ બેસ્ટ ફ્રેન્ડ પરંતુ હવે ડાયમંડસની જગ્યા સનગ્લાસીસે લઈ લીધી છે. આ જમાનામાં સનગ્લાસીસ એક એવી એસેસરીઝ બની ગયું છે જે દરેક પાસે હોવી જ જોઈએ અને તેને પહેરવાથઈ તમે સ્ટાઈલિશ દેખાશો. પરંતુ તેના માટે જરૂરી છે કે તમે તમારા સનગ્લાસિસને તમારા ચહેરા અનુસાર અને આઉટફીટ સાથે મેચ કરવા પડશે. તો ચાલો જોઈ લઈએ આજકાલ કેવા પ્રકારના સનગ્લાસીસ ટ્રેન્ડમાં છે...

ન્યૂડ ક્રિસ્ટલ રાઉન્ડ સનગ્લાસિસ

આ રેગ્યુલર ડાર્ક અથવા ટીન્ટેડ ગ્લાસના નહીં પરંતુ એકદમ સેક્સી લુક આપવાવાળા સનગ્લાસીસ છે જે કોઈ બીચ પાર્ટી અથવા મિત્રો સાથેની બ્રન્ચ પાર્ટી માટે પરફેક્ટ ચોઈસ છે.

બ્રિઝલેસ પાયલોટ સનગ્લાસીસ

આ ટીન્ટેડ સનગ્લાસીસની ફ્રેમ બ્રિઝલેસ છે અને તે છોકરીઓ માટે બેસ્ટ ઓપ્શન છે જેમને મોર્ડન લુક ઘણો પસંદ છે. ફાસ્ટ્રેકમાં આ પ્રકારના ઘણા સનગ્લાસીસના ક્લેક્શન તમને જોવા મળશે. આ સનગ્લાસીસ તમારી ફેશન સ્ટેટમેન્ટને એક લેવલ અપ લઈ જશે.

જીઓમેટ્રીક સનગ્લાસીસ

જીઓમેટ્રીક ફ્રેમવાળા આ સુંદર સનગ્લાસીસ ઘણા ફેન્સી હોય છે અને જો તમે પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં બીજાને માત આપવા માગતા હોવ તો તમારા માટે પરફેક્ટ છે.

મેટલ રાઉન્ડ સનગ્લાસીસ

ચોરસ ફ્રેમની તુલનામાં આ વર્ષે રાઉન્ડ ફ્રેમે ફરીથી માર્કેટમાં એન્ટ્રી કરી છે. આ ક્લાસિક રાઉન્ડ ફ્રેમ દરેક પ્રકારના આઉટફીટ સાથે મેચ થાય છે અને પોત-પોતાની પસંદગી પ્રમાણે ગ્લાસનો કલર પણ પસંદ કરી શકો છો.

મોર્ડન કેટ આઈ સનગ્લાસીસ

મોર્ડન કેટ આઈ સનગ્લાસીસ પણ આ સીઝનમાં મહિલાઓ દ્વારા ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે. રેગ્યુલર કેટ આઈ ગ્લાસીસનું આ એડવાન્સ વર્ઝન છે અને જ્યારે પણ તમે તેને પહેરશો લોકો જરૂરથી તમને નોટિસ કરશે.

ક્લાસિક એવીએટર સનગ્લાસીસ

જો તમે તમારા લુક સાથે છેડછાડ કરવા માગતા ન હોવ તો આ ક્લાસિક એવેટર તમારા માટે પરફેક્ટ છે. આ સનગ્લાસીસનો ટ્રેન્ડ ક્યારેય જતો નથી. તડકામાં રક્ષણ પવાની સાથે તમને સ્ટાઈલિશ લુક પણ આપશે.

   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp