બિકીની વેક્સિંગ કરાવતા પહેલા કાળજી રાખવા જેવી કેટલીક મહત્ત્વની બાબતો

PC: uniquethreadingsalon.com

શરીર પરથી અણગમતાં વાળમાંથી છુટકારો મેળવવા માટે મોટાભાગની યુવતીઓ વેક્સિંગનો સહારો લેતી હોય છે. જો કે વેક્સની પ્રક્રિયા દર્દનાક હોય છે, પરંતુ તેના પરિણામ દર્દના અહેસાસને ઓછો કરી નાંખે છે.

જો તમે પણ બિકીની વેક્સ કરાવતા હોવ તો કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે. બિકીની વેક્સિંગ કરાવતી વખતે અમે જણાવેલી થોડી વાતો ધ્યાનમાં રાખો.

  • પીરિયડ્સ દરમિયાન વેક્સ કરાવવાની ભૂલ ન કરો. આ સમય તમારી સ્કિન ખૂબ સેન્સેટિવ હોય છે, તેથી આ સમયે વેક્સ કરાવાનું ટાળો.
  • જ્યારે તમે વેક્સ કરાવો છો તો જે જગ્યા પર વેક્સ કરાવો છો, ત્યાંની સ્કિન ખેંચાય છે અને દર્દ થાય છે. બિકીની વેક્સ દરમિયાન આ દર્દમાંથી રાહત મેળવવા માટે તે નમ્બિંગ ક્રીમ વાપરી શકો છો.
  • જો તમે વેક્સ દરમિયાન થતા દર્દને સહન કરી શકતા ન હોવ તો તમે વેક્સિંગ પહેલા 1-2 એડવિલ ટેબ્લેટ લઈ શકો છો. જેનાથી તમને દર્દનો અનુભવ થશે નહીં.
  • બિકીની વેક્સ કરાવતી વખતે હાઇજિનનો પણ ખ્યાલ રાખો. તમે જે પાર્લરમાં જાઓ છો ત્યાં વપરાયેલ વેક્સ કે તેના પટ્ટા વાપરવામાં આવતા હોવ તો તેવી જગ્યાએ જવાનું ટાળો, એવામાં તમને ઈન્ફેક્શન થવાની શક્યતા રહે છે.
  • વેક્સિંગ કરાવ્યા પછી થતાં દુખાવાને ઓછો કરવા માટે તમે ટી-બેગ્સ વાપરી શકો છો. તમે વપરાયેલ ટી-બેગ્સને વેક્સ કરાવેલ જગ્યા પર મૂકી શકો છો. તેનાથી તમને તરત જ રાહત મળશે.
  • વેક્સિંગ બાદ પણ તમને બળતરા થતી હોય તો તમે તેને શાંત કરવા માટે બરફ પણ વાપરી શકો છો. બરફના ટુકડા કપડામાં બાંધીને ઘસી શકો છો, જેનાથી તમને રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp