ફાટેલી જિન્સ મોંઘી કેમ હોય છે?

PC: youtube.com

આજની યુવતીઓ પોતાની ફેશનમાં ઘણાં એક્સ્પરીમેન્ટ કરતી જોવા મળે છે. આવી જ એક ફેશન ઘણાં સમયથી ચાલી રહી છે. આ ફેશન છે રિપ્ડ જિન્સ એટલે કે ફાટેલી જિન્સની. ફેશનના દિવાના લોકો આ જિન્સ પહેરવાનું ખૂબ પસંદ કરે છે. ઘણી સેલેબ્રિટીઝ આ પ્રકારની જિન્સ પહેરતી જોવા મળે છે. જ્યારે આ ફેશનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે તેનો ખૂબ મજાક પણ ઉડાવવામાં આવ્યો હતો.પરંતુ ધીમે ધીમે લોકો પોતાની જિન્સ ફાડીને આ ફેશન અપનાવતા જોવા મળ્યા હતા.

કેટલાંક સમય માટે રિપ્ડ જિન્સની ફેશન ગાયબ થઈ હતી પરંતુ 2010થી આ ફેશન ફરી પાછી આવી હતી. ડેનિમ પોતાની જિન્સને 2 પ્રકારે રિપ કરતા જોવા મળે છે. તેમાં લેઝરથી રિપ કરેલી અને હાથોથી રિપ કરેલી પેટર્નનો સમાવેશ થાય છે. મોટી બ્રાન્ડ્સ લેઝર ટેક્નોલોજીનો ઉપયોગ કરી પોતાની જિન્સ રિપ કરાવે છે અને આ કારણે તેની કિંમત વધુ હોય છે જ્યારે હાથથી રિપ કરવામાં આવેલી જિન્સના ભાવ સસ્તા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp