ધનતેરસ પર ભૂલથી પણ ઘરે ના લાવવી જોઈએ આ 10 વસ્તુઓ, મળી શકે છે અશુભ ફળ

PC: jagran.com

ધનતેરસનો તહેવાર આવવાનો છે અને આ દિવસ માટે લોકોએ ખરીદીનું લિસ્ટ તૈયાર રાખ્યું હશે. ધનતેરસ પર સોના-ચાંદીની વસ્તુઓ, વાસણો, ઝાડૂ અને ધાણા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે આ દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે. મંગળવાર 2 નવેમ્બરે આવી રહેલા ધનતેરસના દિવસે તમારે કઈ વસ્તુઓ ખરીદવાથી બચવુ જોઈએ તે અંગે અહીં માહિતી આપવામાં આવી છે.

સ્ટીલમાંથી બનેલી વસ્તુઓ

ધનતેરસના દિવસે ઘણા બધા લોકો સ્ટીલના વાસણો ઘરે લઈ આવે છે, પણ હકીકતમાં ધનતેરસના દિવસે સ્ટીલની વસ્તુઓ લેવાથી બચવુ જોઈએ. સ્ટીલ ધાતુ નથી. તેના પર રાહુનો પ્રભાવ પણ વધુ હોય છે. તમારે માત્ર પ્રાકૃતિક ધાતુઓની જ ખરીદી કરવી જોઈએ. માનવ નિર્મિત ધાતુમાં માત્ર પિત્તળ જ ખરીદી શકાય છે.

એલ્યૂમિનિયમનો સામાન

ધનતેરસ પર કેટલાક લોકો એલ્યૂમિનિયમના વાસણો અથવા સામાન ખરીદે છે. આ ધાતુ પર પણ રાહુનો પ્રભાવ વધુ હોય છે. એલ્યૂમિનિયમને દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવ્યુ છે. તહેવાર પર એલ્યૂમિનિયમની કોઈપણ નવી વસ્તુ ઘરમાં લાવવાથી બચવુ જોઈએ.

લોખંડની વસ્તુઓ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લોખંડને શનિદેવનો કારક માનવામાં આવે છે. આથી, લોખંડમાંથી બનેલી વસ્તુઓને ધનતેરસ પર ભૂલથી પણ ખરીદવી ના જોઈએ. આવુ કરવાથી તહેવાર પર ધન કુબેરની કૃપા નથી થતી.

તીક્ષ્ણ અથવા ધારદાર વસ્તુઓ

ધનતેરસના દિવસે ધારદાર વસ્તુઓ ખરીદવાથી બચવુ. આ દિવસે ચપ્પૂ, કાતર, પિન, સોંય અથવા અન્ય કોઈ ધારદાર સામાન ના ખરીદવો જોઈએ. ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદવાને અશુભ માનવામાં આવે છે.

પ્લાસ્ટિકનો સામાન

ધનતેરસના દિવસે કેટલાક લોકો પ્લાસ્ટિકનો સામાન ખરીદે છે. જણાવી દઈએ કે, પ્લાસ્ટિક બરકત નથી આપતું. આથી, ધનતેરસ પર પ્લાસ્ટિકનો સામાન ખરીદીને ઘરે ના લાવવો જોઈએ.

ચિનાઈ માટીના વાસણો

ધનતેરસ પર ચિનાઈ માટીમાંથી બનેલા વાસણો અથવા ફુલદાની વગેરે ખરીદવાથી બચવુ જોઈએ. આ વસ્તુઓમાં સ્થાયિત્વ નથી રહેતુ, જેને કારણે ઘરમાં બરકત નથી રહેતી. આથી, સિરામિકમાંથી બનેલી વસ્તુઓ જરા પણ ખરીદવી ના જોઈએ.

કાચના વાસણો

કાચનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે, આથી ધનતેરસના દિવસે તેને ખરીદવાથી બચવુ જોઈએ. આ દિવસે કાચની વસ્તુઓનો ઉપયોગ પણ ના કરવો જોઈએ.

કાળ રંગની વસ્તુઓ

ધનતેરસ એક ખૂબ જ શુભ દિવસ છે, જ્યારે કાળા રંગને હંમેશાંથી દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવ્યો છે. આથી, ધનતેરસ પર કાળા રંગની વસ્તુઓ ખરીદવાથી બચવુ જોઈએ.

ખાલી વાસણ ઘરે ના લાવવા

ધનતેરસના દિવસે જો તમે વાસણ અથવા ઉપયોગ કરવા લાયક વસ્તુઓ ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો ધ્યાન રહે કે, તેને ઘરમાં ખાલી ના લઈને આવવા. ઘરમાં વાસણ લાવતા પહેલા તેને પાણી, ચોખા અથવા કોઈ અન્ય સામગ્રીથી ભરી દો.

ભેળસેળવાળી વસ્તુઓ

ધનતેરસના દિવસે જો તમે તેલ અથવા ઘી જેવી વસ્તુઓ ખરીદવા જઈ રહ્યા હો, તો થોડાં સતર્ક રહેવું. આવી વસ્તુઓમાં ભેળસેળ હોઈ શકે છે અને આ દિવસે અશુદ્ધ વસ્તુઓ ખરીદવાથી બચવુ જોઈએ. ધનતેરસ પર અશુદ્ધ તેલ અથવા ઘીના દીવા ના પ્રગટાવવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp