સૃષ્ટિનો પ્રથમ દિવસ એટલે ગુડી પડવો

PC: dnaindia.com

ગુડી પડવાના દિવસે બ્રહ્માએ સૃષ્ટિના નિર્માણનું કાર્ય શરૂ કર્યુ હતું એવું કહેવાય છે. આ દિવસે જ દુનિયામાં સૌથી પહેલો સૂર્યોદય થયો હતો. આ દિવસને સૃષ્ટિનો પહેલો દિવસ પણ કહેવામાં આવે છે.

આજના દિવસે ચૈત્રી નવરાત્રિ અને ગુડી પડવાનો શુભારંભ થઈ રહ્યો છે. આ બાબતે જ્યોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરાએ જણાવ્યું કે, આદિ આચાર્યોએ ભારતીય પંચાંગમાં ગ્રહો, નક્ષત્રો, તારાઓના પ્રભાવથી ઋતુ ચક્રના ફેરફાર પ્રમાણે ભૌતિક, આધ્યાત્મિક, શારીરિક સ્વસ્થતા અને સમૃદ્ધિ માટે વિશેષ તહેવાર, આહાર-વિહારમાં કાળજી રાખવા માટે વ્રત ઉપવાસ, આંતરિક ચેતના જાગૃત કરવા માટે મંત્ર જપ અનુષ્ઠાનનું મહત્ત્વ સૂચવ્યું છે. શક્તિ પ્રાપ્ત કરવા માટે શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ વિચાર, શુદ્ધ ચિંતન માટે મા સરસ્વતીનું, શક્તિ પ્રાપ્ત કરવા માટે, શારીરિક ક્ષમતા વધારવા માટે મા અંબાનું અને સંપત્તિ, સુખ-સમૃદ્ધિ વધારવા માટે મા લક્ષ્મીનું ભજન-પૂજન, કરવાનું માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે.

ડૉ. દશોરાએ વધુમાં કહ્યું કે, નવરાત્રીમાં નવદુર્ગાનું પૂજન આંતરિક શરીરનાં નવ ચક્રોને જાગૃત કરવા માટે છે. સર્જનાત્મક શક્તિ માટે મુલાધાર, શીતળતા માટે સ્વાધિષ્ઠાન, તેજ માટે મણિપુર, આનંદ ઉત્સાહ માટે હૃદયચક્ર, વાણી માટે વિશુદ્ધ ચક્ર, સોચ-વિચાર-નિર્ણય શક્તિ માટે આજ્ઞાના ચક્ર માટે, સમસ્ત બ્રહ્માંડની શક્તિ-ઊર્જા ગ્રહણ કરવા માટે સહસ્ત્રાર ચક્ર તેમજ દિવ્ય ચેતના માટે સૂક્ષ્મ ચક્ર અને દેવતત્વ પ્રાપ્તિ માટે, બ્રહ્મતત્વ માટે દિવ્ય ચક્ર, આત્મકલ્યાણ-આત્મદર્શન માટે શૂન્ય જ્યોતિ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એ ચક્રોને પાવર પોઇન્ટ માની વિવિધ રંગ અને પ્રકાશમાં ધ્યાન કરવાથી, એ ચક્રો પર મંત્ર જપ કરવાથી વ્યક્તિ અસાધારણ એનર્જી પ્રાપ્ત કરી શકે. જીવનને જ્યોતિમય બનાવી શકીએ.

તમસો મા જ્યોતિર્ગમયના સિદ્ધાંતને તન-મન-ધનથી ઉતારીને પોતાના તેમજ સમસ્ત સમાજના અંધકારને દૂર કરવા માટે મા ભગવતી, અંબા માને પ્રાર્થના કરીએ. શરીરની આંતરિક ચેતનાને જાગૃત કરી સમસ્ત રોગોમાંથી મુક્ત થઈ ઉત્સાહ વધારી નવું સર્જન કરીએ.

ચૈત્રી નવરાત્રીમાં ગાયત્રીમંત્રના અનુષ્ઠાન, ભગવાન રામ અને હનુમાનજીની ઉપાસનાનો પણ વિશેષ મહત્ત્વ છે. આ બધી જ ઉપાસનાઓ કરવાથી શરીરમાં શક્તિના 24 પાવર પોઇન્ટને આપણે જાગૃત કરી શકીએ. આ પાવર પોઇન્ટ આ પ્રમાણે છે.

1. સ્વાહા, 2. સ્વધા, 3. દક્ષિતા, 4. સ્વસ્તિક, 5. પુષ્ટિ, 6. તુષ્ટિ, 7. સંપત્તિ, 8. ધૃતિ, 9. સમા, 10. રતિ, 11. દયા, 12. સતિ, 13. પ્રતિષ્ઠા, 14. ક્રિયા, 15. શક્તિ, 16. લજ્જા, 17. કીર્તિ, 18. બુદ્ધિ, 19. મેઘા, 20. વૃત્તિ, 21. નિદ્રા, 22. મિથ્યા, 23. દીક્ષા, 24. અજા.

નવરાત્રી એટલે નવ અંકનું મહત્ત્વ:

નવચક્રની જેમ નવ અંક પૂર્ણ અંક ગણાય. બ્રહ્માંડમાં અસંખ્ય ગ્રહ તારાઓ હોવા છતાં શાસ્ત્રમાં નવગ્રહોનું વિશેષ મહત્ત્વ છે. નવ મનુઓ, નવ દીપો, નવનિધિઓ, નવ રત્નો, નવ નાગ, મનુષ્ય દેહમાં રહેલી નવ નાડીઓ અને જીવનના નવ રસ આ બધામાં નવનું ખૂબ જ મહત્ત્વ છે. જેના કારણે હિન્દુ ધર્મમાં આંતરિક ચેતનાઓને જાગૃત કરવા માટે નવરાત્રીમાં આદ્યશક્તિની ઉપાસનાનું નવરાત્રી સુધી વિશેષ મહત્ત્વ છે. આ નવરાત્રીમાં મા ભગવતી અંબા માંના ૐ હ્રીમ્ ઐમ્ ક્લીમ્ શ્રીમ્ હ્રીમ્ શ્રીમ્ મહાદુર્ગાયૈ નમઃ મંત્રના જપ કરી શક્તિમય બનીએ.

ગુડી પડવાનું આયુર્વેદિક મહત્ત્વ:

ગુડી પડવાના દિવસે કડવા લીમડાનાં કોમળ પાન ચાવવામાં આવે છે. ચૈત્ર માસમાં લીમડાનાં પાનનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગુડી પડવાને આયુર્વેદની દૃષ્ટિએ આરોગ્ય સાથે મહત્ત્વ આપ્યું છે, કારણ કે ચૈત્ર ઋતુમાં વસંત ઋતુની સમાપ્તિ અને ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થતો હોય છે. રોગમાંથી મુક્ત થવા માટે લીમડાના પાનનો રસ પીવામાં આવે છે.

 

જ્યોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરા

જ્યોતિષ, વાસ્તુ, યોગ વિશેષજ્ઞ, એમએસ યુનિવર્સિટી (ગોલ્ડ મેડાલિસ્ટ)
માર્ગદર્શનનો સમય- સોમવારથી શુક્રવાર- બપોરે ૧ થી ૭
મોબાઇલ નંબરઃ 9426135316, ફોન નં- 0261- 2477880, 3068881
સ્થળ- વિનાયક જ્યોતિષ કાર્યાલય (ISO 9001: 2008 Certified),
619-ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર (ITC), મજુરાગેટ ચાર રસ્તા, રિંગરોડ,
સુરત-395 002. (e-mail: [email protected])

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp