હોળી પર 499 વર્ષ પછી બન્યો અદ્ધભુત સંયોગ, જાણો કેટલો ખાસ હશે આ તહેવાર

PC: dawn.com

હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમની તિથિએ દર વર્ષે ઘણા ઉત્સાહથી મનાવવામાં આવે છે. પૂનમની રાતે હોલિકા દહન કરવામાં આવે છે અને આગામી દિવસે રંગોવાળી હોળી રમવામાં આવે છે. આ વર્ષે 28 માર્ચના રોજ હોલિકા દહન કરવામાં આવે છે, જ્યારે 29 માર્ચના રોજ સવારે રંગોવાળી હોળી રમવામાં આવશે. જોકે આ હોળીનો તહેવાર આ વખતે અન્ય કારણોને લીધે પણ ખાસ બનવાનો છે.

જ્યોતિષોની માનીએ તો આ વખતે હોળી પર 499 વર્ષો પછી ગ્રહોનો અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. તો ચાલો જાણી લઈએ હોળી પર બની રહેલા વિશેષ સંયોગ, તિથિ, હોળાષ્ટક અને શૂભ મૂર્હત અંગે વિસ્તારથી જણાવી લઈએ. જ્યોર્તિવિદોનું કહેવું છે કે હોળી પર ચંદ્રમા કન્યા રાશિમાં રહેશે, જ્યારે બુધ અને ન્યાય દેવ શનિ પોતાની રાશિઓમાં વિરાજમાન રહેશે. જ્યોતિષિઓના કહેવા પ્રમાણે, ગ્રહોનો આવો મહાસંયોગ 1521માં પણ બન્યો હતો. 499 વર્ષ પછી એક વખત ફરીથી હોળી પર આવો સંગોય બની રહ્યો છે.

રંગ અને ખુશીઓનો તહેવાર હોળી આ વખતે બે ખાસ સંયોગ પણ લઈને આવી રહ્યો છે. જ્યોતિષના જાણકારોનું કહેવું છે કે હોળી આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધ યોગ પણ બનાવશે. આ બંને જ યોગને એકદમ શુભ માનવામાં આવે છે. હોળીના દિવસે હોલિકા દહનનું રવિવારે 28 માર્ચના રોજ કરવામાં આવશે. આ દિવસે સાંજે 6 વાગ્યેને 36 મિનિટ થી લઈને 8 વાગ્યાને 56 મિનિટ સુધી હોલિકા દહનનું મૂર્હત બતાવવામાં આવી રહ્યું છે.

મતલબ કે કુલ સમય 2 કલાક 19 મિનિટનો રહેશે. પૂનમની તિથિ 28 માર્ચના સવારે સાડા ત્રણ વાગ્યાથી 29 માર્ચની રાતે આશરે સવા બાર વાગ્યા સુધી રહેશે. હિંદુ ધર્મમાં હોળાના આઠ દિવસ પહેલાથી બધા શુભ કાર્યો પર રોક લાગી જાય છે. આ સમયાવધિને હોળાષ્ટક કહેવામાં આવે છે. ફાગણ સુદ આઠમથી હોલિકા દહન સુધી હોળાષ્ટક રહે છે. આ વખતે હોલિકા દહન 28 માર્ચના રોજ થશે, આથી હોળાષ્ટક 27 માર્ચ સુધી ચાલશે. હોળાષ્ટકમાં શુભ કાર્યો કરવામાં આવતા નથી. પરંતુ જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલા કાર્યો કરવામાં આવે છે.

હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે, હિરણ્યકશ્યપે આઠ દિવસ સુધી પોતાના પુત્ર પ્રહલાદને ઘણો હેરાન કર્યો હતો. ભગવાન વિષ્ણુની ભક્ત પ્રહલાદ પર ઘણી કૃપા હતી. આથી દર વખતે તે બચી જતો હતો. ત્યારથી 8 દિવસ પહેલા હોળાષ્ટક ઉજવવાની પરંપરા ચાલી રહી છે. હિરણ્યકશ્યપની બહેન હોલિકાએ અગ્નિમાં ન સળગવાનું વરદાન હતું. આથી તે પોતાના અહંકારી ભાઈના કહેવા પર પોતાના ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગઈ હતી પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદના જાનની રક્ષા થઈ અને હોલિકા તેમાં બળીને ભસ્મ થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp