ભાઈબીજ પર માણીએ બોલિવુડના કેટલાક તરાના

PC: khabarchhe.com

ભારતભરમાં ભાઈબીજના ગીતો ખૂબ લોકપ્રિય છે. ભાઈબીજનો તહેવાર આપણે જાણીએ છીએ એમ દિવાળી પછી બે દિવસે આવે છે. આ ઉત્સવને દિવસે બહેનો તેમના ભાઈની આરતી ઉતારે છે અને તેના માથા પર તિલક લગાવીને તેને મીઠાઈ ખવડાવે છે અને તેમના સુખી અને આરોગ્યપ્રદ જીવનની કામના કરે છે.

ભાઈબીજને લગતા ઘણા બધા એવા ગીતો છે જે ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમને દર્શાવે છે. ઘણા બધા ભાઈબીજના ગીતોને ભારતના જાણીતા પુરુષ અને સ્ત્રી ગાયકોએ પણ ગાયા છે. ભાઈબીજનો તહેવાર એ ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર અને પ્રેમભર્યા સંબંધોનું પ્રતિક પણ છે. આ ગીતો અત્યંત સુરીલા અને લોકપ્રિય પણ બન્યા છે.

'ફૂલોં કા તારોં કા સબકા કહેના હૈ, એક હજારો મેં મેરી બહેના હૈ' – ફિલ્મ ‘હરે રામા હરે ક્રિશ્ના’નું આ ગીત અત્યંત લોકપ્રિય છે. ભાઈબીજના અવસરે ગાઈ શકાય તેવા ઘણા બધા ગીતો બોલિવુડે આપ્યાં છે.

'છોટે છોટે ભાઈયોં કે બડે ભૈયા' જે 'હમ સાથ સાથ હૈ' ફિલ્મનું ગીત છે અને કવિતા કૃષ્ણમૂર્તિ , ઉદિત નારાયણ તેમ જ કુમાર સાનુએ ગાયું છે.

તો ફિલ્મ ‘ચંબલ કી કસમ’ ફિલ્મનું લતા મંગેશકરના સ્વરમાં ગાયેલું ગીત 'ચંદા રે મેરે ભૈય્યા સે..' પણ ખાસ્સુ એવું જાણીતું ગીત છે. આગળ વાત કરી એમ 'ફૂલોં કા તારોં કા..' ગીત પણ લતા મંગેશકરે અને કિશોર કુમારે બંનેએ ગાયું છે.

‘રાખી’ ફિલ્મનું લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું ફિલ્મ 'બાબુલ છૂટ ચલા તેરા અંગના..'માં પણ ભાઈ-બહેનના પ્રેમની વાત કરવામાં આવી છે.

'ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના..' ‘છોટી બહેન’ ફિલ્મનું આ ગીત ભલે રક્ષાબંધન માટે વધારે યોગ્ય લાગતું હોય પરંતુ ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવવા માટે આ ગીત ખૂબ સાંભળવામાં આવે છે.

આવી જ રીતે સુમન કલ્યાણપુર દ્વારા ગાયેલું અતિ લોકપ્રિય ગીત 'બહેનાને ભાઈકી કલાઈ પે પ્યાર બાંધા હૈ' જે ફિલ્મ ‘રેશમ કી ડોરી’ નું છે એ પણ આ પવિત્ર સંબંધની ખૂબ ઊંડાઈથી વાત કરે છે.

તો ‘કાજલ’ ફિલ્મનું ગીત 'મેરે ભૈયા મેરે ચંદા, મેરે અનમોલ રતન' જેને આશા ભોંસલેએ ગાયું છે તે બહેન ભાઈ માટે શું-શું કરી શકે છે તેને ખૂબ સરળતાથી સમજાવી દે છે.

તો કિશોર કુમારે ગાયેલું અતિ લોકપ્રિય ગીત 'મેરી પ્યારી બહેનીયા બનેગી દુલ્હનિયા' કેમ ભૂલાય? ફિલ્મ ‘સચ્ચા-જૂઠા’ નું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. મુકેશ અને લતા મંગેશકરે ગાયેલું ફિલ્મ બેઈમાનનું ગીત 'યે રાખી બંધન હૈ ઐસા' પણ ભાઈ-બહેનના પ્રેમની એક નવી દિશા દેખાડે છે. ‘અનપઢ’ ફિલ્મનું રંગ-બેરંગી રાખી પણ આવું જ એક ગીત છે જેને લતા મંગેશકરે ગાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp