જાણો ગુજરાતમાં 15 ઓગસ્ટની ઉજવણી કયા મંત્રીઓ ક્યાં કરાવશે

PC: blogspot.com

રાષ્ટ્રના સ્વાતંત્ર્યપર્વ-15મી ઓગસ્ટ-2018ની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરાશે. 15મી ઓગસ્ટના રોજ સવારે 9-00 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરેન્દ્રનગર ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાવનગર ખાતે તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા ખાતે અને મંત્રી મંડળના સભ્યો તથા જિલ્લા કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ સવારે 9-00 કલાકે ધ્વજવંદન કરાવશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ-ક્યાં ધ્વજવંદન કરાવશે તેની વિગત આ મુજબ છેઃ

કેબીનેટ કક્ષાના મંત્રીશ્રીઓ

ક્રમ

મંત્રીશ્રી નું નામ

જિલ્લાનું નામ

1

શ્રી આર.સી.ફળદુ

અમદાવાદ

2

શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ

3

શ્રી કૌશિકભાઇ પટેલ

સુરત

4

શ્રી સૌરભભાઇ પટેલ

મહેસાણા

5

શ્રી ગણપસિંહ વસાવા

દાહોદ

6

શ્રી જયેશભાઇ રાદડીયા

જામનગર

7

શ્રી દિલીપકુમાર ઠાકોર

કચ્છ

8

શ્રી ઇશ્વરભાઇ પરમાર

ભરૂચ

9

શ્રી કુંવરજીભાઇ બાવળીયા

અમરેલી

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ

10

શ્રી પ્રદિપસિંહ જાડેજા

જૂનાગઢ

11

શ્રી પરબતભાઇ પટેલ

બનાસકાંઠા

12

શ્રી બચુભાઇ ખાબડ

પંચમહાલ

13

શ્રી જયદ્રથસિંહજી પરમાર

ખેડા

14

શ્રી ઇશ્વરસિંહ પટેલ

વલસાડ

15

શ્રી વાસણભાઇ આહિર

પાટણ

16

શ્રીમતી વિભાવરીબેન દવે

સાબરકાંઠા

17

શ્રી રમણલાલ પાટકર

આણંદ

18

શ્રી કિશોરભાઇ કાનાણી

નવસારી

આ ઉપરાંત મોરબી, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગિર-સોમનાથ, તાપી, બોટાદ, ગાંધીનગર, મહિસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ જિલ્લામાં સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે, એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp