રામ રાવણનું યુદ્ધ હજી પણ સૌરાષ્ટ્રમાં ચાલુ છે

PC: youtube.com

બાબરામાં વિજયાદશમીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. દશેરાના દિવસે અહીં શહેરમાં આવેલ ગરિયાળા ચોકમાં રામ-રાવણનું યુદ્ધ યોજાયું હતું. આ યુદ્ધને જોવા માટે બાબરા શહેર તેમજ સમગ્ર પંથકની જનતા ઉમટી પડે છે અને શહેરમાં ભારે ભીડ જામે છે. બાબરા શહેરમાં દર વર્ષે અહીં ગરિયાળા ચોકમાં મહાકાળી ગરબી મંડળ દ્વારા છેલ્‍લા સવાસો વર્ષથી વિજયાદશમીના દિવસે રામ-રાવણના યુદ્ધનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભગવાન રામ, લક્ષ્મણ, સીતામાતા અને હનુમાનજી તેમજ રાવણ મુખ્‍ય પાત્રો અહીં લોકો ભજવે છે.

સવારે ભગવાન રામ તથા લક્ષ્મણજી સેના સાથે શહેરના મુખ્‍ય માર્ગોમાં નગરયાત્રાએ નીકળે છે. ત્‍યારે નગરજનો દ્વારા ભગવાન શ્રી રામનું ભવ્‍ય સ્‍વાગત કરી દર્શન કરે છે. નગરયાત્રા દરમિયાન સાથે રહેલ હનુમાનજી પણ લોકોને પોતાની ગદાનો પ્રહાર કરી આશિર્વાદ આપે છે.અહીં લોકો હનુમાનજીની ગદાનો પ્રહાર લેવા આતુર હોય છે. ભગવાન રામ લક્ષ્મણજી સેના સાથે નગરયાત્રા બપોરે પૂર્ણ થતા જ રાવણ સામે ધમાસાણ યુદ્ધ જામે છે. જેને જોવા લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડે છે. અહીં ગરિયાળા ચોકમાં એક કલાક રામ-રાવણના યુદ્ધ જામે છે અને ત્‍યારબાદ રાવણને ભગવાન શ્રી રામ દ્વારા રોળવામાં આવતા લોકો દ્વારા જય જય શ્રી રામના જય ઘોષ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp