દાહોદમાં ઉત્તરાયણ પર્વને લઇને પ્રતિબંધાત્મક આદેશો જારી કરતા કલેક્ટર વિજય ખરાડી

PC: Khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરીને કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. આગામી તા. 25 જાન્યુઆરી સુધી અમલમાં રહેનારા આ જાહેરનામામાં એવો આદેશ કરવામાં આવ્યો છે કે, આકાશમાં પતંગ ચઢાવવા માટે કાચનો પાવડર ઘસીને તૈયાર કરેલી નાયલોન અથવા અન્ય સિન્થેટિક પદાર્થોથી કોટિંગ કરી હોય અથછા નોન બાયો ડિગ્રેડેબલ હોય તેવી દોરી ચાઇનિઝ માંઝાનો ઉપયોગ કરવો નહી. જેથી પ્લાસ્ટિકની કે સિન્થેટિક માંઝાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્કાય લેન્ટર્ન એટલે કે ચાઇનિઝ તુક્કલ સળગાવીને ઉડાડી શકાશે નહી.

આગળ ઉલ્લેખ કર્યો તે વસ્તુઓનું વેચાણ, આયાત કે સંગ્રહ કરી શકાશે નહી. વીજળીના તાર ઉપર લંગર નાખી પતંગ કે દોરી ઉતારવાનો પ્રયાસ કરવો નહી. સવારના 6થી 8 વાગ્યા અને સાંજના પાંચથી સાત વાગ્યા દરમિયાન આકાશમાં પક્ષીઓની અવરજવર રહેતી હોવાથી પતંગો ઉડાવી શકાશે નહી. આ આદેશનો ભંગ દંડ અને સજાને પાત્ર ગુનો બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp