દેવદિવાળીઃ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાનું પર્વ

PC: darter.in/

આ વર્ષે સંવત ૨૦૭૪ના કારતક સુદ પૂનમ શનિવારને 4 નવેમ્બરના દિવસે દેવદિવાળી છે. જે રીતે આસો વદમાં દિવાળી મનુષ્ય લોકમાં ઉજવાય તેમ કારતક સુદ પૂર્ણિમાના દિવસે દેવલોકમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. જ્યોતિષાચાર્ય ડો. મહેશ દશોરાએ આ અંગે જણાવ્યું હતું કે દેવદિવાળીના દિવસે દેવઊઠી અગિયારસથી દેવદિવાળી સુધી તુલસી વિવાહનુ પણ મહત્ત્વ છે. જેમની જન્મકુડળીમાં લગ્નમાં વિલબ થવાના યોગ હોય, બે લગ્ન થવાના યોગ હોય, વિવાહ થઇને તૂટવાના યોગ હોય ત્યારે શાસ્ત્રમાં તુલસી વિવાહનુ મહત્ત્વ દર્શાવવામાં આવ્યુ છે. આ દિવસે પુષ્કરમાં મેળો ભરાય છે. સૃષ્ટિના સર્જનકર્તા ભગવાન બહ્મ્રાજીની પૂજાનું પણ વિશષ મહત્ત્વ છે સાથે સાથે આ દિવસે જ ગુરુનાનક જયંતિ હોવાથી દેવદિવાળીનુ મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. સપૂર્ણ કારતક મહિનાનુ સ્નાન પણ આ દિવસે પૂર્ણ કરવામાં આવે છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે કારતક સુદ પૂનમના દિવસે ગંગાસ્નાન અને દિપદાનનું પણ મહત્ત્વ છે.

પુરાણોમાં દેવદિવાળીનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છં. ખાસ કરીને વિષ્ણુપુરાણ અને બ્રહ્મપુરાણના ઉલ્લેખ પ્રમાણે ભગવાન વિષ્ણુએ સૃષ્ટિને બચાવવા ખાતર અને વેદોની રક્ષા કરવા ખાતર મત્સ્યાવતાર ધારણ કર્યો હતો. તે જ રીતે દવે દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બલિ રાજાને પાતાળ લોકમા પહોચાડી આ દિવસે વિષ્ણુલોકમાં પધાર્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ પણ પૂર્ણિમાના દિવસે તુલસીપૂજા કરી માનવજગત માટે તુલસી પૂજા, તુલસી, પૂજા દ્વારા અનેક રોગોમાથી મુકત રહેવાનુ, શરીરમાં ઓકિસજન વધારી સ્વસ્થ રહેવાનુ સૂત્ર સૂચવ્યુ.

દેવદિવાળીના દિવસે દેવોની અનુકંપા મેળવવા માટે શાસ્ત્ર કહે છે કે પોતાની શકિત મુજબ અન્ન, વસ્ત્ર અને ધનનું દાન કરવું જોઇએ. આ દિવસે જરૂરિયાતમંદોને સહાયભૂત થવાથી ઇશ્વરની ખૂબ અનુકંપા રહે છે અને વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. કારતક સુદ પૂનમે ત્રિપૂર પૂર્ણમાના નામે પણ ઓળખાય છે. આ દિવસે ભગવાન મહાદેવે ત્રિપુરાસુરનો વધ કરી દેવોને બચાવ્યા હતા. ત્રિપુરાસુરે ભારે તપ કરી બ્રહ્માજી પાસે વરદાન મેળવી દેવોને હેરાન કરવા લાગ્યો હતો. ત્રણે લોક જીતી લેતા દેવતાઓને રહેવું ભારે થઈ ગયું. અંતે ભગવાન વિષ્ણુને જઈ ફરિયાદ કરી.

ભગવાન વિષ્ણુએ તેના ત્રાસમાંથી ત્રણે લોકને મુક્ત કરતા કારતક સુદ અગિયારસથી પૂર્ણિમા સુધી દેવોએ દિવાળીની ઉજવણી કરી હતી. દેવદિવાળીનુ જૈન ધર્મમાં પણ આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. દેવદિવાળીમાં અનેક પ્રકારના ફુલોથી ભગવાન મહાદેવ-પાવર્તી, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી, ભગવાન બહ્મ્રાજી અને માતા ગાયત્રીનું પૂજન કરવામાં આવે છે. ખાસ કરીને વિષ્ણુ સ્વરૂપ ભગવાન શાલીગ્રામ અને તુલસી પૂજનનુ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે બોર, આમળા, શેરડી, ચણાના પાન, ધાણી, પતાસાનુ નૈવેઘ ભગવાનને ધરાવવામાં આવે છે. જેથી આ મૌસમ દરમ્યાન થતા અનેક રોગોમાથી મુકત થઇ શકાય. તુલસી પૂજાનું શાસ્ત્રોમાં ખાસ મહત્ત્વ છે. તુલસીમાતાના દર્શન, સ્પર્શ, નમન, ધ્યાન, પૂજન, રોપણ અને સેવન કરી સાત પ્રકારના રોગોથી મુક્ત થઈ શકાય છે. દેવદિવાળીએ દેવલોક અને માનવલોક બંને માટે પ્રકાશનું પર્વ હોવાથી સાયુજ્ય સર્જાય છે. આ દિવસોમાં પૃથ્વી પર બ્રહ્માંડની પોઝીટીવ એનર્જી વધુ માત્રામાં જોવા મળે છે.

જયોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરા

જયોતિષ, વાસ્તુ, યોગ વિશેષજ્ઞ, એમએસ યુનિવર્સિટી(ગોલ્ડ મેડાલિસ્ટ)

માર્ગદર્શનનો સમય- સોમવારથી શુક્રવાર- બપોરે ૧ થી ૭

સ્થળ- વિનાયક જયોતિષ કાર્યાલય(ISO 9001 : 2008 Certified),

619-ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર (આઈ.ટી.સી.), મજુરાગેટ ચારરસ્તા, રીંગરોડ,

સુરત-395002. ફોન નં. (0261) 2477880, 3068881, 

મોબાઈલ નંબર +919426135316 (e-mail: [email protected])

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp