ધનતેરસના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે મા લક્ષ્મી

PC: aajtak.in

કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે કેટલાક લોકો આ તહેવાર 22 ઓક્ટોબરના રોજ  અને કેટલાક લોકો 23 ઓક્ટોબરના રોજ ઉજવશે. જો કે, મોટાભાગના જ્યોતિષીઓ ધનતેરસનો તહેવાર 22 ઓક્ટોબરના રોજ ઉજવવો ઉત્તમ માની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે સોના-ચાંદી, કપડાં, વાહન અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી કરવી શુભ હોય છે. શાસ્ત્રોમાં ધનતેરસના દિવસે ખરીદી કરવાની સાથે જ કેટલીક વસ્તુઓનું દાન કરવું પણ ફાયદાકારક હોવાનું કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં પૈસાનો અભાવ ક્યારેય પણ નથી આવતો. ત્યારે તમે પણ જાણી લો કે, ધનતેરસના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક છે.

ધનતેરસના દિવસે તમે પણ કરી લો, આ 8માથી કોઈ એક કામ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

અનાજ - એવું માનવામાં આવે છે કે, જો ધનતેરસના દિવસે તમે અનાજનું દાન કરો છો તો ઘરમાં અનાજનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. અનાજનું દાન કરવા સિવાય ગરીબોને પણ આ દિવસે ભોજન કરાવી શકાય છે. ભોજન કરાવ્યા પછી દક્ષિણા આપવી પણ શુભ હોય છે.

લોખંડ - ધનતેરસના દિવસે લોખંડનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે લોખંડનું દાન કરવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે લોખંડનું દાન કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થાય છે.

કપડા - ધનતેરસના દિવસે કપડાનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા ગરીબોને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી ઘરમાં પૈસા અને અનાજની કમી નથી થતી.

સાવરણી - ધનતેરસના દિવસે સાવરણીનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાવરણીનું દાન કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે કોઈ પણ મંદિરમાં કે ગરીબને સાવરણીનું દાન કરવાથી ધનની કમી નથી આવતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp