કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી હોળી-ધુળેટીની ઉજવણીમાં છે વિવિધતા

PC: googleapis.com

જે તહેવારની રાહ આપણે આતુરતાથી જોઈ રહ્યા હતા તે તહેવાર આવી ગયો. આનંદ અને ઉલ્લાસ સાથે, રંગોની છોળો વચ્ચે મોજ, મસ્તી અને મનોરંજનસભર હોળી-ધુળેટીને માણવામાં આવે છે. નાનાથી માંડીને મોટેરા સુધીના તમામ હોળી ધુળેટીને ઉત્સાહભેર માણે છે. હોળી-ધુળેટીનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. હોળિકા અને પ્રહલાદની લોકવાયકા આપણે સૌ જાણીએ જ છીએ અને આ જ લોકવાયકાને આધારે હોળી-ધુળેટીના તહેવારને ઊજવવામાં આવે છે.

પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે હોળી-ધુળેટીના તહેવાર ઊજવવા પાછળ અનેક રસકથાઓ છે. ભારત દેશમાં તો અનેક લોકવાયકા એવી છે જે હોળી-ધુળેટીના તહેવાર માટે કારણભૂત છે. બીજી, બાજુ દરેક દેશ અને પ્રાંતમાં પણ હોળી-ધુળેટીના તહેવારને ઊજવવાની રીતરસમો જુદી જુદી છે. જે તે દેશ કે પ્રદેશની લોક સંસ્કૃતિને આ પર્વ સાથે ગૂંથી લેવામાં આવે છે. ભારતમાં પણ રાજ્ય બદલે એટલે હોળી-ધુળેટી ઊજવવાનો રીવાજ બદલાય છે. ખાસ કરીને રાજસ્થાનમાં આ પર્વને ભારીલું મહત્વ આપવામાં આવ્યું છે. રાજસ્થાની લોકો આ તહેવારને ખૂબ હર્ષોઉલ્લાસથી માણે છે.

Lathmar Holi

પૂર્વ ભારતની વાત કરવામાં આવે તો અહીં રાધા-શ્યામ તેમજ ગોપીઓની હોળી રમવાની પ્રથા છે. આપણા અનેક ધાર્મિક ગ્રંથોમાં પણ આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતના દરેક પ્રાંતમાં વિવિધ વિશિષ્ટતા સાથે હોળી મનાવવા આવે છે. ભારતમાં સૌથી વધુ પ્રખ્યાત હોળી વ્રજની માનવામાં આવે છે. કૃષ્ણ અને ગોપીઓના યુગમાં શરૂ થયેલી હોળી વ્રજભૂમિમાં હજુ પણ યથાત છે. વ્રજભૂમિની જેમ જ બરસાનાની લઠમાર હોળી ઘણી પ્રસિદ્ધ છે. લઠમાર હોળીમાં પુરૂષોની મહિલાઓ પર રંગ નાખવાની પરંપરા છે અને મહિલાઓ તેને હળવી લાકડીઓ અને કાપડમાંથી બનાવવામાં આવેલા કોરડા મારે છે. આ જ રીતે મથુરા અને વૃંદાવનમાં પણ 15 દિવસ સુધી હોળી ઊજવવામાં આવે છે.

હરિયાણામાં હોળી રમવાનો એક અનોખો રિવાજ છે. હરિયાણાની ઘુલંડીમાં ભાભી દ્વારા દિયરને પજવવાની પ્રથા છે.

બંગાળની દોલ જાત્રામાં ચૈતન્ય મહાપ્રભુના જન્મદિવસના રૂપે હોળી મનાવવામાં આવે છે.

Dol

પંજાબમાં શીખો દ્વારા શક્તિ પ્રદર્શન કરવાની પરંપરા છે.

Holla Mohalla

દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો તમિલનાડુમાં હોળીમાં કામદેવની આરાધના કરવા આવે છે. કમન પોડીગઈમાં કામદેવની કથા પર આધારિત વસંતોત્સવ ઊજવવામાં આવે છે.

મણિપુરના યાઓસંગમાં યોંગસાંગ નામની એક નાની ઝૂંપડી પૂર્ણિમાના દિવસે દરેક ગામના નદીતટ પર બનાવવામાં આવે છે.

Yaosang

ભારત સિવાય વિશ્વના અનેક દેશોમાં હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. દુનિયાભરમાં વસેલા ભારતીયો અને ખાસ કરીને ધાર્મિક સંસ્થાઓ જેવા કે ઇસ્કોન અને વૃંદાવનના બાંકે બિહારી જેવા મંદિરમાં જુદી જુદી રીતે હોળી ઊજવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp