ઉત્તરાયણની ઉજવણીમાં પણ કેટલાક પ્રતિબંધો આવે તેવી પૂરેપૂરી શક્યતા, ભાવવધારો તો છે

PC: economictimes.indiatimes.com

ગુજરાતમાં ઉત્તરાયણ એટલે સમગ્ર ગુજરાતીઓનો માનીતો તહેવાર. આ વખતે ઉત્તરાયણ શુક્રવારે આવતી હોવાથી પતંગ રસિયાઓને શનિવાર અને રવિવારનો પણ લાભ મળશે, એટલે કે ત્રણ દિવસ સુધી સળંગ લોકો પતંગોત્સવ માણી શકશે પરંતુ કોરોના સંક્રમણના કેસો વચ્ચે કેટલાક નિયંત્રણો મૂકવામાં આવી શકે છે.

ગુજરાતમાં 10 થી 12 જાન્યુઆરીએ વાયબ્રન્ટગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. અત્યારે પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્યમાં સરકારી મેળાવડા પણ ઓછા થયા છે. 

તબીબો માને છે કે આ ઉત્સવોના કારણે ગુજરાત ફરી એકવાર કોરોના કેસોના ભરડામાં આવી શકે છે. રોકેટ ગતિએ કેસો વધવાની દહેશત છે. બીજી તરફ 14મી જાન્યુઆરીની રાહ લોકો જોઇરહ્યાં છે પરંતુ વેપારીઓએ પતંગ અને દોરીના ભાવમાં 25 ટકાનો વધારો ઝિંકી દીધો છે.ભાવવધારા અને કોરોનાના કારણે આ વખતે ઉત્તરાયણનો તહેવાર ફિક્કો પડવાની સંભાવના છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના કારણે મોંઘવારી વધી છે અને તેના કારણે આ વખતે માર્કેટમાં નવા નવા પ્રકારની પંતગો જોવા મળી રહી નથી. હોલસેલમાં પતંગોના ભાવમાં 25 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. વાયબ્રન્ટ સમિટ તે મોકૂફ રખાઇ જ છે હવે પછી જો કોરોનાના કેસો વધુ માત્રામાં આવશે તો સરકાર આ તહેવાર પર કેટલાક નિયંત્રણો મૂકવાની ફિરાકમાં છે.

પતંગ-દોરીનું વેચાણ કરતા એક વેપારીએકહ્યું હતું કે સરકારને રાજકીય રેલીઓ, સરકારી સમારંભો અને પોલિટીકલ ઉત્સવોમાંકોરોના નડતો નથી પરંતુ સામાન્ય લોકોને હેરાન કરવા તહેવારો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતની જનતા ખુશીથી કોઇ તહેવાર મનાવી શકતી નથી. કોરોનાના કેસો વધશે અને જો લોકડાઉનઆવ્યું તો અમારા ધંધા-રોજગાર ચોપટ થઇ જશે.અમે માલનો ભરાવો પણ કરી શકતા નથી, કેમ કે જો નિયંત્રણો આવશે તો લોકો ખરીદી કરતાંખચકાટ અનુભવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp