18 માર્ચના રોજ ઉજવાશે ગુડી પડવો, જાણો તેના સાથે સંબંધિત માન્યતાઓ

PC: caratlane.com

ગુડી પડવાને હિન્દુ નવું વર્ષ, ઉગાદિ, નવસંવત્સર અને યુગાદિ નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે 18 માર્ચ ચૈત્ર માસની શુક્લ તિથિના રોજ ગુડી પડવો છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે ગુડી પડવાનું દેશમાં શું મહત્ત્વ છે અને તેને કેવી રીતે ઊજવવામાં આવે છે. સાથે અમે તમને જણાવીશું કે ગુડી પડવાને લઈને શું શું માન્યતાઓ છે.

ગુડી પડવાને સંસ્કૃતમાં ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદાના નામથી ઓળખવામાં આવે છે. ગુડી પડવાને ચૈત્ર મહિનાની સુદ એકમે મનાવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર, ગુડી પડવાના પ્રથમ દિવસે હિન્દુ નવવર્ષનો આરંભ થાય છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે લોકો ઘરના આંગણામાં ગુડી રાખે છે. ગોવા અને કેરલમાં કોંકણી સમુદાયના લોકો તેને સંવત્સર પડવો કહે છે. કર્ણાટકમાં ગુડી પડવાને યુગાડી પર્વના નામથી ઓળખાય છે. આંધ્રપ્રદેશ અને તેલંગણામાં તેને ઉગાડી નામથી મનાવવામાં આવે છે. કાશ્મીરી હિન્દુ આ દિવસને નવરેહ તરીકે મનાવે છે. ગુડી પડવાના દિવસથી ચૈત્ર નવરાત્રી શરૂ થાય છે.

સૂર્યોદય દરમિયાન ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ધાર્મિક વિધી કરી 'ગુડી' ગોઠવવામાં આવે છે જેના પર ચાંદીના અલંકાર, લાલ ફૂલો તેમજ કેરીના ઝાડનો નાનો છોડ રાખી હળદર અને સિંદૂરના મિશ્રણથી સ્વસ્તિક બનાવવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં આ દિવસે પૂરણ પોળી કે ગળી રોટલી બનાવવામાં આવે છે. સાથે પ્રસાદ તરીકે લીમડાના પાન અને સાકર ભેળવવામાં આવે છે. વાસ્તવમાં લીમડો બીમારીઓ દૂર રહેવાનું પ્રતીક છે. સાથે કડવાશ હોવાના કારણે લીમડો તમામ કડવાહટને દૂર રાખી સકારાત્મક કરે છે. ગોળ મીઠાશ માટે, લીમડો કડવાશ સમાપ્ત કરવા માટે અને આમલી અને કેરી જીવનના ખાટાં-મીઠા સ્વાદ ચાખવાનું પ્રતીક હોય છે.

ગુડી પડવાને લઈને અનેક માન્યતાઓ છે. એક માન્યતા પ્રમાણે, આ દિવસે ભગવાન રામે વાલીના ત્રાસથી લોકોને મુક્તિ અપાવી હતી. જેને કારણે ખુશ થયેલી પ્રજાએ ઘરે-ઘરે ઉત્સવ મનાવી ધ્વજ(ગુડીયા) ફરકાવી. બીજી માન્યતા પ્રમાણે, આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. આ દિવસથી નવું સંવત્સર પણ શરૂ થયું છે. આથી આ તિથિને નવસંવત્સર પણ કહેવામાં આવે છે.

એક માન્યતા પ્રમાણે, આ દિવસે મહાન ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યએ પંચાંગની રચના કરી હતી જેમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત અને દિવસ, મહિનાઓ તમામ સામેલ હતા. એટલે કે હિન્દુ પંચાગની શરૂઆત પણ આ દિવસે થાય છે. વર્ષભર હિન્દુઓમાં સૌથી શુભ મૂહર્તમાંથી એક ગુડી પડવાને માનવામાં આવે છે.

ગુડી પડવાના દિવસે લીમડાના પાન ખાવાનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસે નવદુર્ગા, ભગવાન રામ, હનુમાનજીની આરાધના કરવામાં આવે છે. સાથે સુંદરકાંડ, રામરક્ષાસ્ત્રોત અને દેવી ભગવતીના મંત્રોનો જાપ કરાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp