26th January selfie contest

આ સમાચાર તમારા કામના છે હોળી કયા દિવસે પ્રકટાવવાની તે અસમંજસ દૂર થશે

PC: naidunia.com

વર્ષ 2022માં હોળી કયારે પ્રકટાવવાની છે તેની તારીખ અને મુહૂર્ત વિશે લોકોમાં અસંમજસ છે. લોકોમાં ચર્ચા છે કે આ વખતે હોળી દહન કયારે છે 17 કે 18 માર્ચ. તો આ વાંચશો એટલે તમારુ કન્ફયૂઝન દુર થશે.

દર વર્ષે ફાગણ મહિનાના શુક્રલ પક્ષની પૂર્ણિમા તિથિ પર હોળી દહનનો તહેવાર મનાવવામાં આવે છે અને બીજા દિવસે રંગોના ઉત્સવ ધૂળેટી મનાવાય છે.હોળીના તહેવાર બુરાઇ પર અચ્છાઇની જીતનો તહેવાર છે જયારે ધૂળેટી ઉત્સાહનો ઉત્સવ છે. હોળી દહનનના આઠ દિવસ પહેલાંથી હોળાષ્ટક લાગૂ થઇ જાય છે. આ દરમ્યાન કોઇ શુભ કાર્ય કરવામાં આવતા નથી.

હવે વાત કરીએ કે આ વર્ષે હોળી કયા દિવસે પ્રકટવવાની છે. તો 17 માર્ચે પૂર્ણિમા તિથિ 17 માર્ચે છે 17 માર્ચે છે. હોળી દહનનું મુહૂર્ત 17 માર્ચે બપોરે 1 વાગ્યેને 29 મિનિટથી શરૂ કરીને 18 માર્ચ 12 બપોરે 12 વાગ્યેને 47 મિનિટ સુધી છે. જયોતિષ શાસ્ત્રના કહેવા મુજબ હોળી પ્રકટાવવાનું મુહૂર્ત 17 માર્ચે રાત્રે 9 વાગ્યેને 20 મિનિટથી રાત્રે 10 વાગ્યેને 31 મિનિટ સુધી રહેશે. હોળી દહન માટે 1 કલાકને 10 મિનિટનો સમય રહેશે.18 માર્ચે ધૂળેટી મનાવવાની રહેશે.

હોળી દહનનુ મુહૂર્ત કોઇ પણ તહેવાર કરતા વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રોની માન્યતા મુજબ હોળીની પુજા મુર્હૂતના યોગ્ય સમય પર ન થાય તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

હિંદુ ધર્મશાસ્ત્રોમાં કહેવા મુજબ હોળીનું દહન પૂર્ણિમા તિથિમાં પ્રદોષ કાળ દરમ્યાન કરવાની હોય છે. ભદ્રા રહિત, પ્રદોષ વ્યાપિની પૂર્ણિમા તિથિ હોળી દહન માટે યોગ્ય માનવામાં આવે છે. જો કોઇ સંજોગોમાં એવો યોગ ન આવે તો ભદ્રા સમાપ્ત થયા પછી હોળી દહન થઇ શકે છે. એ વાતનું ધ્યાન રાખજો કે ભદ્રા મુખમાં હોળીનું દહન કરવુ વર્જિત છે. એવું માનવામાં આવે છે કે ભદ્રા મુખમાં હોળી કરવાથી માત્ર હોળી દહન કરનારનું જ નહી પણ તેમની સાથે જોડાયેલા લોકોનું પણ અહિત થાય છે.

ફાગણ મહિનાના શુક્રલ પક્ષની અષ્ટમી તિથિથી હોળાષ્ટક શરૂ થાય છે અને હોળી દહનના દિવસે પુરા થાય છે. આ વખતે 10 માર્ચ સવારે 2 વાગ્યેને 56 મિનિટથી હોળાષ્ટક શરૂ થશે અને 17 માર્ચે પુરા થશે. હોળાષ્ટકના સમયગાળામાં શુભ કે માંગલિક પ્રસંગો થતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp