સહરી અને ઈફ્તારમાં સામેલ કરો આ વસ્તુઓ, રોઝામાં નહીં લાગશે તરસ

PC: thgim.com

હાલ રમઝાન ચાલી રહ્યા છે અને ખુદાની ઈબાદતમાં રોઝા રાખનાર આખો દિવસ ખાધા-પીધા વિના અલ્લાહની

ઈબાદત કરી રહ્યા છે. આ ગરમીમાં આખો દિવસ ખાધાપીધા વિના રહેવું પણ એક પ્રકારનો ટાસ્ક છે. આવી ગરમીમાં જ્યારે શરીરમાંથી ઝડપથી પરસેવો નીકળે છે અને શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે, રોઝા રાખનારાઓ માટે થૂંક પણ ગળામાંથી નીચે ઉતારવુ હરામ હોય છે, કારણ કે પાણી તો છોડો થૂંક ગળવાથી પણ રોઝો તૂટી જાય છે.

એવામાં સહરી અને ઈફ્તારના સમયે રોઝા રાખનાર કંઈક ખાસ ઉપાય કરે તો આખા દિવસની પાણી પીધા વિના રહી શકાય છે. એવામાં તરસ પર કાબૂ મેળવવા માટે કેટલીક ખાસ બાબતો પર ધ્યાન આપવું જોઈએ, જેમ કે રોઝા રાખનાર વ્યક્તિ જાણી લે તો રોઝા પૂરા કરવામાં વધુ તકલીફ નહીં પડશે.

ઈફ્તારના સમયે પાણીની ઉણપને દૂર કરવા અપનાવો આ ઉપાય

  • ચોખાનું પાણી પોતાનામાં જ ડિહાઈડ્રેશનનો ઉપાય છે. ઈફ્તારના સમયે જો ચોખાનું પાણી એટલે કે ઓસામણનો ઉપયોગ કરવામાં આવે તો આવનારા 24 કલાક સુધી તરસ લાગવાની સમસ્યાથી છૂટકારો મળેવી શકાય.
  • ઈફ્તારના સમયે ખાવામાં દહીં, ખાંડ અને મીઠાનો ઉપયોગ કરો. આ ત્રણેય વસ્તુઓ તમારા શરીરમાં પાણીની ઉણપ થવા નહીં દેશે અને તમને રોઝાના સમયે વારંવાર તરસ પણ નહીં લાગશે.
  • ઈફ્તારના સમયે સલાડ ખાસ કરીને કાકડીનો વધુ ઉપયોગ કરો, કાકડી શરીરમાં પાણી સ્ટોર કરે છે અને ગળાને લાંબા સમય સુધી તરસ લાગવાની સંભાવનાને ઓછી કરી દે છે.
  • સહરીના સમયે વધુ તળેલું ભોજન ન ખાઓ. ડુંગળી, ફુદીનો અને ખાંડ પીસીને પાણીમાં મિક્સ કરી લો અને આ શરબતને સહરીના સમયે પીઓ. તેને કારણે આખો દિવસ તરસ પર કાબૂ મેળવી શકાય છે.
  • જો સહરીના સમયે બે અથવા ત્રણ સંતરા ખાવામાં આવે તો પણ આખો દિવસ શરીરમાં પાણીની ઉણપની સમસ્યા ઊભી નહીં થશે. તેમજ તરસ પણ નહીં લાગશે અને શરીરને પાણીની ઉણપથી કમજોરી પણ નહીં લાગશે.
  • રાતે ઈફ્તાર બાદ સૂતી વખતે વરીયાળીનું પાણી ધીમે-ધીમે પીઓ. તેને કારણે બીજા દિવસ માટે નમી શરીરમાં સ્ટોર થઈ જશે અને વારંવાર તરસ પણ નહીં લાગશે.
  • ઈફ્તાર હોય કે સહરી, ભૂલમાં પણ ચા અને કોફી ન પીઓ. બને ત્યાં સુધી ઠંડા અને મીઠા પીણાનું જ સેવન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp