દેશની એવી દરગાહ જ્યાં હિન્દુ-મુસ્લિમ સાથે મળીને રમે છે હોળી

PC: khabarchhe.com

‘જો રબ હે, વહી રામ’ નો સંદેશો આપનાર સૂફી સંત હાજી વારિસ અલી શાહની દેવા સ્થિત દરગાહના પરિસરમાં દર વર્ષે હિન્દુઓ અને મુસ્લિમો દ્વારા રમાતી હોળી એક સંદેશાને સાકાર કરે છે. સુફી વારિસ અલી શાહ દરગાહના દરવાજા પાસે દર વર્ષે હિન્દુ અને મુસ્લિમો હોળીના ઉલ્લાસમાં ડૂબી જાય છે. આ પરંપરાગત ‘દેવા કી હોલી’ બાકી હોળીની ઉજવણીથી અલગ છે.

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં જિલ્લાના દેવા કસ્બામાં સ્થિત હાજી વારિસ અલી શાહની દરગાહ પ્રતિદિન હજારો લોકો માથું ટેકવા આવે છે. જેમાં મોટી સંખ્યામાં હિન્દુઓ પણ સામેલ હોય છે. આ દરગાહ આખાં દેશમાં સાંપ્રદાયિક સોહાર્દ માટે જાણીતી છે.

ભાઇચારાની અતૂટ પરંપરાને પાછલા ચાર દાયકાઓથી સંભાળી રહેલા આલમ વારસીએ જણાવ્યું કે, બાબાનો આ અસ્તાન દેશની લગભગ પહેલી દરગાહ છે  જ્યાં હોળીના દિવસે હજારો હિન્દુ અને મુસ્લિમ બિરાદરો સાથે મળીને હોળી રમે છે. આ દરમિયાન ભારતની ગંગા-જમુની સંસ્કૃતિના દર્શન થાય છે.

વારસીએ જણાવ્યું કે દરગાહના બહાર બનેલા એકતા ગેટ પર હોળીના દિવસે ચાચરનો ઝુલુસ કાઢવામાં આવે છે જેમાં બંને સમુદાયનો લોકો ભાગ લે છે. આ જ રીતે હાજી બાબાના ‘જો રબ હૈ, વહી રામ’ના સંદેશાને મુળ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp