ગરબા થવા જોઈએ કે નહીં, જાણો કિંજલ દવેએ શું કહ્યું

PC: facebook.com

કોરોનાની મહામારીનું સંકટ હવે ગરબાના તહેવાર પર પણ જોવા મળી રહ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે ગરબા કરવા કે, નહીં કરવા તેની મૂંઝવણમાં હાલ સરકાર છે. ગરબા આયોજકો સરકાર પાસેથી ગરબા યોજવાની મંજૂરી માંગી રહ્યા છે. તો ડૉક્ટરો ગરબાને મંજૂરી ન મળે તે માટે સરકારને અપીલ કરી રહ્યા છે. ત્યારે ગાયક કિંજલ દવેએ ગરબા થવા જોઈએ તેવું નિવેદન આપ્યું છે અને સરકારને નિષ્ણાંતોની સલાહ લઈને ગરબા કરવા માટે જરૂરી ગાઈડલાઈન બનાવવા પણ અપીલ કરી છે.

કિંજલ દવે જણાવ્યું હતું કે, નવરાત્રિ એક એવો તહેવાર છે કે, નવરાત્રિના નવ દિવસ પછી એટલે 10માં દિવસથી ફરીથી ગુજરાતી આગલા વર્ષની નવરાત્રિની રાહ જોતા હોય છે. એટલે નવરાત્રિ સ્પેશિયલ દરેક ગુજરાતીઓ માટે ફેવરિટ છે અને દરેક ગુજરાતીના આખું વર્ષ રાહ જુએ છે. જે પ્રકારે સરકારે લગ્ન અને અન્ય કાર્યક્રમો માટે ગાઈડલાઈન સાથે મંજૂરી આપી છે. તેવી રીતે પરમીશન સાથે તો ગરબા થવા જોઈએ. મને એવું લાગે છે કે, જો ગરબા નહીં થાય તો લાખો કલાકારો અને લાખો ખેલૈયાઓના દિલ તૂટી જશે.

મારો એક પ્રોગ્રામ થાય તો તેની પાછળ 40 લોકોને રોજગારી મળતી હોય છે અને તેમાં વગાડવા વાળાથી લઈને સાઉન્ડ, ડેકોરેશન અને પ્રિન્ટિંગનું પણ મહત્વનું છે અને પાર્ટી પ્લોટ પણ મહત્ત્વનો છે. આમ આપણને ખબર છે કે એક કાર્યક્રમમાંથી કેટલા બધા લોકોનો રોજગાર ચાલતો હોય છે. મોટા આર્ટિસ્ટ છે તે લોકોને વાંધો નથી આવવાનો પરંતુ નાના આર્ટિસ્ટ છે કે, જે રોજનું કમાઈને રોજ ખાવાવાળા છે તેમને મુશ્કેલી થશે. કારણ કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા ફેબ્રુઆરી મહિનાથી બંધ છે અને નાના આર્ટિસ્ટો માટે ખૂબ જ ચિંતા છે. પરંતુ સરકારને આપિલ છે કે, કોઈ સારી એવી ગાઈડલાઈન અને નિષ્ણાંતોની સલાહ લઈને નાના પાયે તો નાના છૂટ આપે તો નાના કલાકારોને રોજીરોટી ચાલુ થઈ જાય.

નવરાત્રિમાં કોરોના વધવા બાબતે કિંજલ દવે જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે, માસ્ક પહેરીને ગરબા ન કરી શકાય કારણ કે, ગરબા સૌથી મોટી એક્સરસાઇઝ છે એટલે ખૂબ જ મોટી જગ્યામાં લિમિટેડ લોકોને પરમિશન આપીને સ્પેશિયલ એક ફેમિલી માટે એક બોક્સ જેવું બનાવીને તે જગ્યામાં એક જ ફેમિલી ગરબા રમી શકે તેવું આયોજન થઇ શકે, આ ઉપરાંત સેનિટાઈઝ ટનલ બનાવી શકો અને અમુક નિષ્ણાતો દ્વારા કહેવામાં આવેલી ગાઈડલાઈન ફોલો કરીને ગરબા કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp