આ વર્ષે જન્માષ્ટમી ક્યારે ઉજવાશે? જાણો તેનું શુભ મૂહુર્ત

PC: aajkaaldaily.com

કાલગણનાને લઈન ભારતમાં ખૂબ જ વધુ સંવેદનશીલતા છે. જોકે, સમયની સાથે આપણે સનાતની પંચાંગ વિક્રમ સંવતને ધીમે-ધીમે સંપૂર્ણરીતે અપનાવી લીધુ છે, પરંતુ આ પંચાંગમાં પણ તહેવારોની ઉજવણીને લઈને ભેદ બન્યો રહે છે. ખાસ કરીને એ કે જન્માષ્ટમી ક્યારે મનાવીશું. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમી તિથી, રોહિણી નક્ષત્ર અને અર્ધરાત્રિમાં થયો છે. જ્યારે આ ત્રણેય શરતો પૂરી થઈ રહી હોય, ત્યારે જ ભગવાન શ્રીકૃષ્ણના અવતારનો જન્મ મનાવવામાં આવશે.

આ વર્ષ એટલે કે 2020 અને વિક્રમ સંવત 2077માં જન્માષ્ટમી 11 અને 12 ઓગસ્ટે મનાવવામાં આવશે. બે દિવસ જન્માષ્ટમીનો ભેદ એ છે કે, સ્માર્ત સંપ્રદાયવાળા ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રની સાથે નિશિત કાળને પ્રાથમિકતા આપે છે. એટલે કે મધ્યરાત્રિનો સમય, અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર હોવો જોઈએ. તેમાંથી બે શરત એટલે કે અષ્ટમી તિથિ અને નિશિત કાળનો સમય 11 ઓગસ્ટે મળશે, પરંતુ રોહિણી નક્ષત્રની શરત પૂરી નહીં થશે.

બીજી તરફ વૈષ્ણ સંપ્રદાયને માનનારા શ્રીકૃષ્ણના ભક્તો આ વર્ષે 12 ઓગસ્ટે જન્માષ્ટમી ઉજવશે. તેમને અષ્ટમી તિથિ સૂર્યોદયના સમયે મળશે, નિશિત કાળ નહીં મળશે અને રોહિણી નક્ષત્ર પણ 12 ઓગસ્ટની રાત્રે 3 વાગીને 25 મિનિટથી મળશે. એટલે કે ટેકનિકલી આ મુહૂર્ત 13 ઓગસ્ટ સુધી ચાલ્યું જાય છે.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવાનો સિલસિલો ઠાકોરજીના ભક્ત 11 ઓગસ્ટે શરૂ કરી દેશે, જે 12 ઓગસ્ટની રાત સુધી ચાલશે. જો રોહિની નક્ષત્રનો પીછો કરવામાં આવે તો ઉત્સવ 13 ઓગસ્ટના સૂર્યોદયના પહેલા સુધી રહેશે.

સ્માર્ત સંપ્રદાયને માનનારા મોટાભાગના જટિલ નિયમોને માને છે અને અષ્ટમી તિથિની સાથે નિશિત કાળને વધુ મહત્ત્વ આપે છે, આ કારણે તેમની જન્માષ્ટમી અષ્ટમીની તિથિમાં જ મનાવી લેવામાં આવે છે, જ્યારે વૈષ્ણ સંપ્રદાયના ભક્તો માટે સૂર્યોદયના સમયે અષ્ટમી તિથિ થશે, પરંતુ દિવસમાં આગળ અષ્ટમી તિથિ સમાપ્ત થઈ ચુકી હશે. દિવસ અષ્ટમી જ માનવામાં આવશે. રાત્રે કૃષ્ણ જન્મોત્સવ મનાવવા દરમિયાન તેમને અષ્ટમી બાદની મધ્યરાત્રિ વીતી ગયા બાદ રોહિણી નક્ષત્ર મળશે.

મથુરામાં વૈષ્ણ પદ્ધતિવાળા કૃષ્ણભક્ત વધુ છે, એવામાં મથુરામાં મોટાભાગના લોકો જન્માષ્ટમી 12 ઓગસ્ટે જ મનાવશે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંબંધિત આંતરરાષ્ટ્રીય સંસ્થા ઈસ્કોન પણ મુખ્યરીતે વૈષ્ણવ સંપ્રદાયને આધિન આવે છે. એવામાં ઈસ્કોન અને તેની સાથે સંબંધિત સંસ્થાઓમાં પણ 12 ઓગસ્ટે જ જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp