18 કે 19 ઑગસ્ટ, ક્યારે છે જન્માષ્ટમી? પંડિત પાસે જાણો સાચી તિથિ, મુહૂર્ત અને..

PC: english.jagran.com

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા મહિના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ મથુરામાં થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના રૂપમાં આ તહેવાર દર મહિને આખા દેશમાં સંપૂર્ણ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ દિવસે ભક્ત વ્રતી રહીને સંપૂર્ણ નિયમ અને સંયમથી ભગવાનની પૂજા અર્ચના કરે છે. આ વખત જન્માષ્ટમી 18 ઑગસ્ટના દિવસે ધ્રુવ અને વૃદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

18 ઑગસ્ટની રાત્રે 8 વાગીને 42 મિનિટ સુધી વૃદ્ધિ યોગ રહેશે. ત્યારબાદ ધ્રુવ યોગ શરૂ થશે જે 19 ઑગસ્ટે રાત્રે 8 વાગીને 59 મિનિટ સુધી રહેવાનું છે. હિન્દુ ધર્મમાં આ યોગ ખૂબ ખાસ માનવામાં આવે છે. આ યોગમાં કરવામાં આવેલા પરિણામ શુભ હોય છે.

જન્માષ્ટમી 2022નું શુભ મુહૂર્ત:

જ્યોતિષાચાર્ય ડૉ. વિનોદ બતાવે છે કે આ વખત કૃષ્ણ જન્માષ્ટમી 18 ઑગસ્ટના રોજ મનાવવામાં આવશે. અષ્ટમીના દિવસે સાંજ 9 વાગીને 20 મિનિટથી પ્રારંભ થશે અને 19 ઑગસ્ટની રાત્રે 10 વાગીને 59 મિનિટ પર સમાપ્ત થશે. નિશીથ પૂજા 18 ઑગસ્ટની રાત્રે 12 વાગીને 3 મિનિટથી લઈને 12 વાગીને 47 મિનિટ સુધી રહેશે. નિશીથ પૂજાની કુલ અવધિ 44 મિનિટની હશે. પારણ 19 ઑગસ્ટની સવારે 5 વાગીને 52 મિનિટ બાદ થશે.

જ્યોતિષવિદે જણાવ્યું કે આ વર્ષે જન્માષ્ટમીની તિથિને લઈને ખૂબ મતભેદ છે. કોઈ 18 ઑગસ્ટે તો કોઈ 19 ઑગસ્ટે જન્માષ્ટમી હોવાનો દાવો કરી રહ્યું છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમીની તિથિએ રાત્રે 12 વાગ્યે થયો હતો, તો આ યોગ 18 ઑગસ્ટે બની રહ્યો છે, જ્યારે કેટલાકનું માનવું છે કે 19 ઑગસ્ટે આખો દિવસ અષ્ટમી તિથિ રહેશે અને આ તિથિમાં સૂર્યોદય પણ હશે. એટલે જન્માષ્ટમી 19 ઑગસ્ટના રોજ માનવવામાં આવશે, પરંતુ ધાર્મિક દૃષ્ટિથી જોવામાં આવે તો શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમીની તિથિની રાત્રે 12 વાગ્યે થયો હતો એટલે આ તહેવાર 18 ઑગસ્ટે જ મનાવવામાં આવશે.

જ્યોતિષ આચાર્ય ડૉ. વિનોદે જણાવ્યું કે, હિન્દુ ધર્મગ્રંથો મુજબ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી મધ્ય રાત્રીમાં રોહિણી નક્ષત્રના સંયોગમાં થયો હતો. જન્માષ્ટમીને લઈને જ્યારે વિચાર કરવામાં આવે છે તો રોહિણી નક્ષત્રનું ધ્યાન અવશ્ય રાખવામાં આવે છે, પરંતુ આ વખત 18 અને 19 ઑગસ્ટ બંને જ દિવસે રોહિણી નક્ષત્રનો સંયોગ બની શકતો નથી. હિન્દુ પંચાંગ મુજબ 19 ઑગસ્ટના રોજ કૃતિકા નક્ષત્ર મોડી રાત્રે 01.53 સુધી રહેશે. ત્યારબાદ રોહિણી નક્ષત્ર શરૂ થશે એટલે આ વખત જન્માષ્ટમી પર રોહિણી નક્ષત્રનો સંયોગ પણ નહીં રહે.

તેમણે જણાવ્યું કે, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રત અગાઉ રાત્રે સામાન્ય ભોજન લેવું જોઈએ. અષ્ટમી પર વિશેષરૂપે સુર્ય, સોમ, યમ, કાળ, સંધિ, ભૂત, પવન, દિકપતિ, ભૂમિ, આકાશ, ખેચર, અમર, બ્રહ્મદીને નમસ્કાર કરો અને પૂર્વ કે ઉત્તર તરફ મોઢું રાખીને બેસો. ત્યારબાદ વિધિ વિધાનથી ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરો.

કૃષ્ણ જન્માષ્ટમીની પૂજન વિધિ:

જન્માષ્ટમીના દિવસે લોકો એક દિવસનો ઉપવાસ રાખે છે. ભગવાનના જન્મ બાદ વ્રતી જશ્ન મનાવે છે એટલે લોકો પોતાનું વ્રત તોડે છે. પૂજા મધ્યરાત્રિ બાદ શરૂ થાય છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાને સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ પ્રભુને નવા વસ્ત્ર પહેરાવીને પારણામાં બેસાડવામાં આવે છે અને ભક્તિ ગીત ગાઈને તેમની પૂજા કરવામાં આવે છે. ભગવાનને ચૂરણ, ફળ, મીઠાઇ અને અન્ય ખાદ્ય પદાર્થ પ્રસાદના રૂપમાં ચડાવવામાં આવે છે. ત્યારબાદ ભોગનો પ્રસાદ ગ્રહણ કરીને વ્રતી પોતાનું વ્રત તોડે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp