આ વર્ષે 'ગુડી પડવા'ની પૂજા માટેનું વિશેષ 'મૂહુર્ત'

PC: webgyan.com

ગુડી પડવાના દિવસે મરાઠી લોકો નવા વર્ષની ઉજવણી કરે છે. ચૈત્ર માસની શુક્લ પ્રતિપદાને ગુડી પડવા અથવા વર્ષ પ્રતિપદા કહેવામાં આવે છે. ગુડીનો અર્થ વિજય પતાકા થાય છે. કહેવામાં આવે છે કે, શાલિવાહક નામના એક કુમાર-પુત્રએ માટીની સૈનિકોની સેના દ્વારા શત્રુઓને પરાસ્ત કર્યા હતા. આ વિજયના પ્રતિકરૂપે શાલિવાહન શકનો પ્રારંભ આ દિવસથી થાય છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં 'ઉગાદી' અને મહારાષ્ટ્રમાં આ પર્વને 'ગુડી પડવા' તરીકે મનાવવામાં આવે છે. તો હવે એ જોઈએ કે, આ વર્ષે કયા વિશેષ મૂહર્તમાં તેની પૂજા કરવી શ્રેષ્ઠ ગણાશે.

ગુડી પડવાનું મૂહુર્ત

1 - ચૈત્ર માસના શુક્લ પક્ષમાં જે દિવસે સૂર્યોદય સમયે પ્રતિપદા હોય, તે દિવસે નવ સંવત્સર આરંભ થાય છે.

2 - જો પ્રતિપ્રદા બે દિવસ સુર્યોદયના સમયે આવે તો, પહેલા દિવસે જ ગુડી પડવા મનાવવામાં આવે છે.

3 - જો સૂર્યોદય સમયે કોઈ પમ દિવસે પ્રતિપદા ન હોય તો, નવું વર્ષ ત્યારે મનાવવામાં આવે છે, જે દિવસે પ્રતિપદાનો આરંભ અને અંત હોય.

આ વર્ષે ક્યારે આ શ્રેષ્ઠ સમય

મરાઠી વિક્રમ સંવત 2075 શરૂ

માર્ચ 17, 2018ના રોજ 18:43:13થી પ્રતિપદાનો આરંભ

માર્ચ 18, 2018ના રોજ 18:33:34 પર પ્રતિપદા સમાપ્ત થશે

તમને જણાવી દઈએ કે, પ્રત્યેક 32 માસ, 16 દિવસ અને 8 કલાક બાદ વર્ષમાં અધિક માસ આવે છે. અધિક માસ હોવા છતાં પ્રતિપદાના દિવસે નવ સંવત્સર આરંભ થાય છે. આવું એટલા માટે કે, અધિકમાસ પણ મુખ્ય મહિનાનું જ અંગ માનવામાં આવે છે. એટલા માટે મુખ્ય ચૈત્ર વધારાના અધિકમાસને પણ નવ સંવત્સરનો જ એક ભાગ માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp