35 વર્ષથી ગુજરાતમાં આ સ્થળે મુસ્લિમ સમાજના લોકો કરે છે નવરાત્રિની ઉજવણી

PC: Youtube.com

દેશભરમાં નવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે જેતપુરના ફૂલવાડી વિસ્તારના મુસ્લિમ સમાજના લોકો દ્વારા છેલ્લા 35 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. મુસ્લિમ સમાજના આગેવાન જુમાભાઈ નાની બાળાઓને ગરબા રમાડે છે અને મહત્ત્વની વાત તો એ છે નવરાત્રિની ઉજવણી કરવા માટે જુમાભાઈ અને મુસ્લિમ સમાજના આગેવાનો કોઈ પણ વ્યક્તિ પાસેથી ફંડ લેતા નથી.

આ બાબતે જુમાભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નવરાત્રિને અમે અમારો પર્વ માનીને ઉજવણી કરીએ છીએ. નવરાત્રિના 9 દિવસ અમે લોકો હિંદુ અને મુસ્લિમ બાળાઓને સાથે રાસ રમાડીએ છીએ. અમારા મંડળ દ્વારા હિંદુ કે મુસ્લિમ ધર્મનો કોઈ પણ ભેદભાવ કરવામાં આવતો નથી. નવરાત્રિમાં રોજ અમે લોકો માતાજીની આરતી કરીને ગરબાની શરૂઆત કરીએ છીએ. નવરાત્રિના પવિત્ર પર્વની ગરીમાને જાળવી રાખવા માટે અમે લોકો નવરાત્રિ દરમિયાન નોનવેજ નથી ખાતા અને અમારા ઘરમાં પણ નોનવેજ બનાવતા કે લાવતા નથી. જેટલી અમને લોકોને અમારા પીર ઉપર શ્રદ્ધા છે એટલી જ શ્રદ્ધા માતાજી ઉપર છે.

સ્થાનિક લોકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ ગરબી મંડળની શરૂઆત બ્રાહ્મણ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. જે સમયે આ ગરબી મંડળની શરૂઆત થઈ હતી ત્યારે ગરબા વગાડવા માટે સાઉન્ડ હતું નહીં એટલે મુસ્લિમ મહિલાઓ ઢોલ વગાડીને ગરબા ગાતી હતી. આવી જ રીતે 35 વર્ષથી હિંદુ અને મુસ્લિમ લોકો સાથે મળીને 35 વર્ષથી નવરાત્રિની ઉજવણી કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp