આ ગામમાં 150 વર્ષોથી કોઈ હોળી ઉજવતું નથી, કારણ જાણી આશ્ચર્યં પામી જશો

PC: /khabarchhe

દેશમાં હોળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અબીલ ગુલાલ અને પીચકારીઓ પણ માર્કેટમાં પહોંચી ગઈ છે. લોકો ઉત્સાહ સાથે ખરીદી પણ કરી રહ્યા છે. સમગ્ર દેશની સાથે સાથે દહેરાદૂનમાં પણ હોળીની તૈયારીઓ લોકોએ શરૂ કરી દીધી છે.

જો કે દહેરાદૂનમાં એવા ત્રણ ગામ છે, જ્યાં હોળી રમવામાં આવતી નથી. એટલું જ નહીં આ ગામોમાં 150 વર્ષોથી હોળી રમાઈ નથી. દહેરાદૂન જિલ્લાના ક્વીલી, કુરઝણ અને જોંદલા ગામમાં હોળીની કોઈ જ હલચલ કે ધમાલ જોવા મળતી નથી.

છેલ્લા 150 વર્ષોથી આ ગામમાં હોળી રમવામાં આવતી નથી.

દહેરાદૂન જિલ્લા મુખ્યાલયથી 30 કિમી દૂર આવેલ આ ત્રણેય ગામોમાં 17મી સદીમાં લોકો આવીને વસ્યા હતા. જમ્મુ-કાશ્મીરથી કેટલાક પંડિત પરિવાર પોતાના યજમાન સાથે આવીને આ ગામમાં વસ્યા હતા. તેઓ 370 વર્ષ પહેલા આવીને વસી ગયા હતા.

આ પરિવારો પોતાની સાથે પોતાની ઈષ્ટદેવી ત્રિપુરા સુંદરીની મૂર્તિ પણ લઈને આવ્યા હતા અને તેને ગામમાં સ્થાપિત કરી હતી. ગામના લોકો માને છે કે, ઈષ્ટદેવી ત્રિપુરા સુંદરી વૈષ્ણોદેવીની માતાની બહેન છે.

ગ્રામીણજનોનું માનવું છે કે, તેમના ઈષ્ટદેવી ત્રિપુરા સુંદરીને હોળીના તહેવાપર કરવામાં આવતી ધમાલ પસંદ નથી. તેથી તેઓ વર્ષોથી હોળી ઉજવતા નથી. ગ્રામીણો જણાવે છે કે, 150 વર્ષ પહેલા ગામના લોકોએ હોળી ઉજવી હતી, ત્યારે ગામમાં ભયંકર રોગચાળો ફેલાયો હતો. તેથી ગામના લોકોએ હોળી ઉજવવાનું બંધ કરી દીધું હતું.

ક્વીલી ગામના રહેવાસી ડીઆર પુરોહિત જણાવે છે કે, ગામમાં તેમની 15મી પેઢી છે, પણ તેમણે ક્યારેય હોળીની ઉજવણી ગામમાં થતી જોઈ નથી. પુરોહિત જણાવે છે કે, તેમના કુળદેવીને હોળીના રંગો પસંદ નથી, તેથી આ તહેવાર મનાવવામાં આવતો નથી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp