ભાદરવી અમાસ નિમિત્તે દામોદર કુંડ ખાતે સ્નાનવિધિને લઈને આ નિર્ણય લેવાયો

PC: khabarchhe.com

કોરોના સંક્રમણ સંદર્ભે ભાદરવી અમાસ નિમિત્તે જૂનાગઢ-ભવનાથ સ્થિત દામોદર કુંડમાં સ્નાનવિધિ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢે તા. 5/9/21 ના રોજ 20 કલાકથી તા. 6/9/21 ના રોજ 17 કલાક સુધી પ્રવેશબંધી ફરમાવી છે. તેમજ ટ્રાફીક નિયમન માટે કેટલાક રસ્તાઓ વન-વે જાહેર કરાયા છે.

જૂનાગઢ-ભવનાથ સ્થિત દામોદર કુંડમાં ભાદરવી અમાસ નિમિત્તે જૂનાગઢ અને આસપાસના જિલ્લામાંથી સ્નાન તેમજ પિતૃતર્પણ માટે, પીપળે પાણી રેડવા સહિતની ધાર્મિક વિધિ માટે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોના ગાઇડ લાઇન સંદર્ભે કોરોના સંક્રમણને રોકવા તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા સારૂ જિલ્લા પોલીસ વડા જૂનાગઢ દ્રવારા દામોદર કુંડ ખાતે પ્રવેશબંધીની તેમજ ટ્રાફિક નિયમન માટે દરખાસ્ત થઇ આવેલ છે. આ દરખાસ્ત સંદર્ભે એલ.બી. બાંભણીયા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢે તા. 5/9/21 ના રોજ 20 કલાકથી તા. 6/9/21 ના રોજ 17 કલાક સુધી દામોદર કુંડ ખાતે શ્રધ્ધાળુઓ યાત્રાળુઓ માટે પ્રવેશબંધી ફરમાવી છે.

ઉપરાંત ટ્રાફિક નિયમન માટે આ સમયગાળા દરમ્યાન જૂનાગઢ શહેરમાંથી સ્મશાન સુધી જવા માટે ભરડાવાવ થી સ્મશાન સુધી વાહનો જઇ શકશે. જયારે સ્મશાનથી જૂનાગઢ શહેર સુધી આવવા માટે સ્મશાનથી ગીરનાર દરવાજા સુધી વાહનો પરત આવી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp