14 જાન્યુઆરીએ ઉત્તરાયણ નથી, મકર સંક્રાંતિ છે:  1700 વર્ષથી ફેર થતો રહ્યો છે

PC: a4ahmedabad.com

આવતીકાલે ઉત્તરાયણ છે કે 15મી જાન્યુઆરી છે? આ પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો છે. જાણકાર લોકો પણ ઉતારાયણ અને મકર સંક્રાંતિ અલગ બાબતો છે તે સમજી શકતા નથી અને બન્નેને એક જ માનતા હોય છે ત્યારે આવા વાર્તાલાપની પ્રાસંગિકતા વધી જાય છે. તેમ વિજ્ઞાન કેન્દ્રના નરેન્દ્ર ગોરે જણાવ્યું કે કેટલીક માન્યતાઓ કે જે સાચી નથી તે આપણા મનમાં એટલી રૂઢ થઈ ગઈ છે કે આજે

પૃથ્વીની ધરીના નમનને કારણે સૂર્યની ઉત્તર તરફની અને દક્ષિણ તરફી ગતિ કરે છે. જ્યારે સૂર્ય પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા મકર વૃત તરફની ગતિ પૂર્ણ કરી ઉત્તર તરફ ગતિ કરવાનું શરૂ કરે ત્યારે એટલે કે 21 ડિસેમ્બરના ઉત્તરાયણ થાય છે જો ઉત્તરાયણની ઉજવણી કરવી હોય તો તે દિવસે કરવી જોઈએ. આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબી રાત અને ટુંકામાં ટુંકો દિવસ હોય છે ત્યાર બાદ દિવસ લાંબો થવાની શરૂઆત થાય છે આ ખગોળિય ઘટનાની ઉજવણી ઉત્તરાયણ તરીકે થતી હતી.

આજથી આશરે 1700 વર્ષ પહેલાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે આવતા હતા એટલે કે સૂર્યનું મકર વૃત ઉપર આવવું અને સૂર્યનું મકર રાશીમાં પ્રવેશવું એ બન્ને ઘટના 21 ડિસેમ્બરના બનતી હતી અને બન્ને તહેવારો એક જ દિવસે ઉજવાતા હતા. કાળ ક્રમે પૃથ્વીની અયન ગતિને કારણે ઉત્તરાયણ તો તે જ દિવસે રહી પરંતુ મકર સંક્રાંતિ દર 72 વર્ષે એક દિવસ આગળ ખસતી ગઈ. આ તફાવત હવે 24 દિવસનો થઈ ગયો છે. ભવિષ્યમાં એવું પણ બની શકે કે વર્ષા ઋતુ માં મકર સંક્રાંતિ આવશે અને આપણે પતંગ પણ ચગાવી શકીશું નહીં.

કચ્છ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા જાહેર જનતા તેમજ વિદ્યાર્થીઓ માટે દર રવિવારે યોજાતા જ્ઞાન વર્ધક કાર્યક્રમોની શૃંખલામાં ગત રવિવારે સાચી ઉત્તરાયણ ક્યારે? ઉત્તરાયણનું ખગોળિય મહત્વ વિષય ઉપર યાજ્ઞવલ્ક્ય જોશીનો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp