મકર સંક્રાંતિના દિવસે વ્રત-વિધિ કરવાની જાણો સાચી રીત

PC: panditpoojavidhi.com

હિન્દુ ધર્મ અનુસાર, સૂર્યના મકરમાં દાખલ થવાને 'મકર સંક્રાંતિ' કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસે વ્રત અને દાનનું વિશેષ મહત્વ હોય છે. હિન્દુઓ માટે સૂર્ય જ્ઞાન આધ્યાત્મિક અને પ્રકાશનો સંકેત છે. મકર સંક્રાંતિ દર્શાવે છે કે આપણે એવા ભ્રમણાના અંધકારથી દૂર રહેવું જોઈએ જેમાં આપણે જીવીએ છીએ અને આપણા આંતરિક પ્રકાશ તરફ ચાલવું જોઇએ. મકર સંક્રાતિનો તહેવાર 14 જાન્યુઆરી, 2018 ના રોજ ઉજવવામાં આવે છે. આ તહેવાર દેશના ઘણા નામો જેમ કે બિહારમાં ખિચડી, તમિલનાડુના પોંગલ, બીહુ વગેરે નામે ઓળખાય છે. મકર સંક્રાંતિને ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

મકર સંક્રાતિ ભારતીય સંસ્કૃતિમાં શુભ તબક્કાના પ્રારંભની શરૂઆત દર્શાવે છે. આ એક અશુદ્ધ તબક્કાનો અંત છે અને આ દિવસથી પવિત્ર હિન્દુ ધાર્મિક વિધિઓને પવિત્ર કરી શકાય છે. આ સૂર્ય દેવતાનો તહેવાર છે. આ દિવસે સૂર્ય દક્ષિણની મુસાફરી પૂરી કરે છે અને ઉત્તર દિશાથી દૂર ચાલે છે. રાતને પાપ અને ખોટાનું પ્રતીક ગણવામાં આવે છે, જ્યારે દિવસને સચ્ચાઈ, સદ્દગુણ અને ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ્યારે દિવસ જ ભગવાનનો છે ત્યારે બધી ધાર્મિક વિધિઓ મકર સંક્રાંતિ પર કરવામાં આવે છે. કારણ કે મકર સંક્રાંતિ પછી દિવસો લાંબાં થઈ જાય છે અને રાત નાની થઈ જાય છે.

મકર સંક્રાંતિ વ્રતિ-વિધિ

પૂરાણ અનુસાર, સૂર્યના ઉત્તરાયણ અથવા દક્ષિણાયનના દિવસે ઉપવાસ કરવો જોઈએ. આ ઉપવાસમાં સંક્રાંતિના પહેલા દિવસે એકવાર ભોજન કરવું જોઇએ. સંક્રાંતિના દિવસે તેલ તથા તલ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઇએ. ત્યારબાદ સૂર્ય દેવની સ્તુતિ કરવી જોઇએ. માન્યતા મુજબ, આ દિવસે તે તીર્થોમાં અથવા ગંગા સ્નાન અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આમ કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત, સંક્રાંતિના પુણ્ય અવસરે પોતાના પૂર્વજોનું ધ્યાન અને તેમના નામે દાન અવશ્ય આપવું જોઇએ.

સંક્રાંતિ પૂજા સમય

સંક્રાંતિના દિવસે પુણ્ય કાળમાં દાન આપવું, સ્નાન કરવું અથવા શ્રદ્ધા કરવું શુભ માનવામાં આવે છે. આ વર્ષે આ શુભ સમય 14 જાન્યુઆરી 2018ના રોજ બપોરે 2 વાગ્યાથી લઇને સાંજના 5 વાગીને 41 મિનિટ સુધીનું છે.

મકર સંક્રાંતિ પૂજા મંત્ર

મકર સંક્રાંતિના દિવસે સૂર્યની પૂજા નીચેના મંત્રો બોલીને કરવી જોઈએ:
ૐ સૂર્યાય નમઃ
ૐ આદિત્ય્યાય નમ:
ૐ સપ્તાર્ચિષે નમ:
અન્ય મંત્રો છે: ઋડમંડલાય નમ:, ૐ સાવિત્રે નમ:, ૐ વરુણાય નમ:, ૐ સપ્તસપ્ત્યે નમ:, ૐ માર્તણ્ડાય નમ:, ૐ વિષ્ણવે નમ:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp