એક દિવસ માટે આ શહેર બન્યું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર

PC: livehindustan.com

ગઈકાલે સોમવતી અમાસ હતી ત્યારે પ્રયાગરાજમાં કે જ્યાં અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે, તે પ્રયાગરાજ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું છે. વાત કંઈક એમ છે કે સોમવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં લોકોનો એટલો ધસારો થયો છે કે તેના આંકડાએ જાપાનના ટોકિયો અને ચીનના શાંઘાઈની વસ્તીને પણ પાછળ છોડી દીધી છે. મૌની અમાવસ્યામાં બીજા શાહી સ્નાનમાં કુંભમેળામાં પાંચ કરોડથી પણ વધુ શ્રધ્ધાળુ પહોંચ્યા હતા. દુનિયાનું સૌથી વધુ વસ્તી ધરાવતુ શહેર ટોકીયોની વસ્તી પોંણા ચાર કરોડ છે અને ત્યારબાદ શાંધાઇની 2.37 કરોડની છે.

ઉલ્લેખનીય છે કે 15 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાતિના દિવસે પ્રયાગરાજમાં પહેલું શાહી સ્નાન હતું. એશિયા મહાદ્વીપના દેશ જાપાનની રાજધાની ટોકિયો વસ્તી ગણતરીમાં સર્વાધિક વસ્તી ધરાવતું શહેર છે. અહીંની વસ્તી 3 કરોડ 80 લાખ છે જ્યારે પ્રયાગરાજમાં સોમવારે પાંચ વાગ્યા સુધીમાં પાંચ કરોડ લોકોએ પૂણ્યની ડુબકી લગાવી હતી. મકર સંક્રાતિના શાહિસ્નાનમાં કુલ સવા બે કરોડ શ્રધ્ધાળુઓએ ગંગાસ્નાન કર્યું હતું. આ આંકડો ચીનના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર શાંઘાઈ કરતા ઘણો વધારે છે.

પવિત્ર નદી ગંગામાં સ્નાન કરવાનો લાહવો કરોડો શ્રધ્ધાળુઓએ લીધો છે ત્યારે તેની સુરક્ષા વ્યવસ્થા સરાહનીય હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp