PM મોદીએ આર્મીનાં જવાનો સાથે કેવી રીતે ઉજવી દિવાળી, જુઓ ફોટોમાં...

PC: http://pib.nic.in

સરહદે જવાનો છે, તો જ પ્રજા નિરાંત દીવાળી ઉજવી શકે છે, એ સત્ય હકિકત છે, ત્યારે તેમની દીવાળી પણ ઉત્સવમય બની રહે એ માટે છેલ્લા ત્રણ વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરહદે જવાનો સાથે દીવાળી ઉજવતા રહ્યા છે. પીએમ મોદીએ આ વર્ષે પણ દીવાળી જવાનો સાથે જ ઉજવી હતી.

વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરનાં ગુરેજ સેક્ટર પહોંચ્યા હતા. સૈનિકો સાથે તેમણે બે કલાક વિતાવ્યા હતા. પીએમ મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવી હતી. જવાનોને સંબોધન કરતાં પીએમે કહ્યું કે બધાની જેમ હું પણ પરિવાર સાથે દિવાળી ઉજવવા માંગું છું અને લશ્કરનાં જવાનો મારો પરિવાર છે.

પીએમ મોદીએ કહ્યું કે જવાનોની વચ્ચે આવીને તાકાત મળે છે, ઉર્જા મળે છે. જવાનોનાં દેશપ્રેમ અને બલિદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જવાનો યોગ અભ્યાસ કરે છે. આનાં કારણે સક્ષમતા અને શાંતિ મળતી રહેશે. લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા બાદ જવાનો સારા યોગ શિક્ષક બની શકે છે.

પીએમ મોદીએ જવાનોને ઈનોવેશન માટે પ્રોત્સાહિત કર્યા હતા. કેન્દ્ર સરકાર લશ્કરને બધા જ પ્રકારની મદદ કરવા તૈયાર છે. વન રેન્ક પેન્શન યોજના લાગુ કરવા અંગે તેમણે કહ્યું કે દાયકા સુધી આ યોજના ટલ્લ ચઢી હતી. પોતાના પરિવારથી દુર માતૃભૂમિની રક્ષા કરવી અને બલિદાનની સર્વોચ્ચ પરંપરાને નિભાવવી, બહાદુરી અને સમર્પણનાં પ્રતિક છે.

સરહદે આપણા નરબંકાઓ પોતાના પરિવાર અને તહેવારોની ઉજવણી જેવી અનેક ખુશીનો ત્યાગ કરીને દેશની રક્ષા કરતા રહે છે. તેમના આ ત્યાગને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી ફરી વખત જવાનો સાથે દીવાળીની ઉજવણી કરશે. મોદી એ ઉજવણી સાથે જવાનોને એવો સંદેશ પાઠવવા માંગે છે કે આખો દેશ સરહદે તહેનાત જવાનોની સાથે જ છે.

મોદી સતત ચોથા વર્ષે સરહદે દીવાળી જવાનો સાથે ઉજવી હતી. ન.મો. જ્યારે પહેલી વખત 2014માં વડાપ્રધાન બન્યા એ વર્ષની દીવાળી તેમણે જમ્મુ કાશ્મીરના સિયાચીન ખાતે પહોંચીને સૈનિકો સાથે દીવાળીની ઉજવણી કરી હતી. 20 હજાર ફીટની ઊંચાઇએ આવેલા દુનિયાના આ સૌથી ઊંચા યુધ્ધક્ષેત્રમાં તેમણે શૂન્યની નીચે 50 ડિગ્રીના તાપમાને રહેતા જવાનો સાથે દીવાળી ઉજવીને જવાનોના જોમ અને જુસ્સો વઘાર્યા હતા. 2015માં તેઓ પંજાબના અમૃતસરના ડોગરાઇ વૉર મેમોરિયલમાં દિવાળી ઉજવી હતી. ગયા વર્ષે તેમણે હિમાચલ પ્રદેશના કન્નોર ખાતે આઇટીબીપી, સૈન્ય અને ડોગરા સ્કાઉટ સાથે દીવાળી મનાવી હતી.

આ વર્ષે પણ વડાપ્રધાન સૈનિકો સાથે દીવાળી મનાવશે. તેઓ આ વખતે ભારત ચીન સરહદે જવાનો સાથે દીવાળીની ઉજવણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp