ભાઈની લાંબી ઉંમર માટે આ મુહૂર્તમાં કરો પૂજા

PC: pinimg.com

રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસની પૂનમે મનાવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 15 ઓગસ્ટના દિવસે ઉજવાશે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને એકબીજાની રક્ષા માટે ઉજવવામાં આવે છે. પોતાના ભાઈની લાંબી ઉંમરની પ્રાર્થના કરનાર બહેનો માટે આ વર્ષે આ તહેવાર ખૂબ જ ખાસ છે.

દર વર્ષે આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે ઉજવવામાં આવે છે. હિંદુઓ માટે આ તહેવારનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધી તેની સફળતા અને લાંબી ઉંમરની કામના કરે છે, ત્યારે ભાઈ પણ આજીવન બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

આ વર્ષે આ તહેવાર 15 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. આ તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને એક બીજાની રક્ષા માટે ઉજવવામાં આવે છે. પોતાના ભાઈની લાંબી ઉંમરની કામના કરનાર બહેનો માટે આ વર્ષે આ પર્વ અનેક રીતે ખાસ છે.

આ વર્ષે આ તહેવાર ગુરૂવારે આવે છે, જેથી એની ધાર્મિક મહત્ત્વતા વધી જાય છે. જ્યોતિશીઓના જણાવ્યા મુજબ, ઘણા વર્ષો પછી આ વર્ષે આ દિવસે અટલા અદ્ભુત સંજોગો બની રહ્યા છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે કોઈ ભદ્ર કે ગ્રહણ નથી લાગી રહ્યું. માટે આ વર્ષે ભાઈ અને બહેન બંને માટે રક્ષાબંધનનો તહેવાર એકદમ શુભ છે.

કહેવાય છે કે ભદ્ર કાળમાં રાખડી બાંધવું અશુભ હોય છે. પૌરાણિક માન્યતા મુજબ રાવણની બહેને તેને ભદ્ર કાલમાં જ રાખડી બાંધી હતી જેના કારણે રાવણનો સર્વનાશ થયો. આ વર્ષે બહેનો સુર્યાસ્ત પહેલા કોઈ પણ સમયે પોતાના ભાઈને રાખડી બાંધી શકશે.

રક્ષાબંધનના શુભ મુહૂર્તો

રક્ષાબંધન તિથી– 15 ઓગસ્ટ 2019, ગુરૂવાર

પુર્ણિમા તિથી આરંભ– 14 ઓગસ્ટ બપોરે 3-45

પુર્ણિમા તિથી સમાપ્તિ– 15 ઓગસ્ટ સાંજે 5-58

ભદ્રા સમાપ્તિ– સુર્યોદય પહેલા

દર વર્ષે રક્ષાબંધનનો પર્વ ખુબ ઉત્સાહભેર મનાવવામાં આવે છે. જ્યોતિશ શાસ્ત્ર મુજબ, આ વર્ષે ગુરૂવરના દિવસે આ પર્વ હોવાથી તેનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. ગુરૂવારનો દિવસ ગુરૂ બ્રુહસ્પતિને સમર્પિત કરવામાં આવે છે.

આ વર્ષે આ દિવસે ઘણા સારા સંજોગો બની રહ્યા છે. સૌથી પહેલા તો રક્ષાબંધનની 4 દિવસ પહેલા જ ગુરૂ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને સીધી ચાલ ચાલવા લાગશે. જે આ રાશિ માટે ખૂબ શુભ માનવામાં આવે છે. આ સિવાય આ દિવસે નક્ષત્ર શ્રાવણ, સૌભાગ્ય યોગ, બવ કરણ, સુર્ય રાશિ કર્ક અને ચંદ્ર મકરમાં રહેશે. આ બધા શુભ સંજોગોના કારણે આ વર્ષ રક્ષાબંધન ખૂબ શુભ રહશે.

પૌરાણિક માન્યતા

પૌરાણિક માન્યતા મુજબ એક વાર દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થઈ ગયું. આ યુદ્ધમાં દેવતાઓના રાજા ઈન્દ્રએ પણ ભાગ લીધો હતો. તેમની રક્ષા માટે ઈન્દ્રાણી શ્રાવણ મહિનાની પૂનમે ગુરૂ બ્રુહસ્પતિ પાસે ગઈ. ગુરૂએ તેમને દેવતાઓને રાખડી બાંધવાનો સલાહ આપી. તેથી રાજા ઈન્દ્ર વિજયી થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp