રક્ષાબંધન કંઈ તારીખે છે?આટલા સમય માટે રહેશે ભદ્રકાળ,અશુભ સમયમાં નહિ બાંધતા રાખડી

PC: aajtak.in

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ ભાઈ-બહેનનો તહેવાર હોય છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઇ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. રાખડી બાંધવાના બદલામાં ભાઈ આ દિવસે બહેનોને ભેટ પણ આપે છે.

ભાઈ-બહેનના પ્રેમનો પ્રતીક સમો આ તહેવાર આ વર્ષે 11 ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે. રાખડી બાંધવા માટે ભદ્રા અને રાહુ કાળનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ સમય દરમિયાન બહેનોએ રાખડી નહીં બાંધવી જોઈએ અને નહીં કોઈ શુભ કાર્ય કરવું જોઈએ. તો આવો  જાણીએ ભદ્રા સમય અને રાખડી બાંધવાના શુભ મુહૂર્ત વિશે.

રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત (રક્ષાબંધન 2022 શુભ મુહૂર્ત)

હિંદુ પંચાંગ મુજબ, પૂનમની તિથિ 11મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 10 વાગ્યેને 38 મિનિટ પર શરૂ થઈ રહી છે અને 12 ઓગસ્ટ 2022ના રોજ સવારે 7 વાગ્યાને 5 મિનિટ પર સમાપ્ત થશે. આવામાં રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. બહેનો 11 ઓગસ્ટ 2022ના રોજ સવારે 8 વાગ્યેને 51 મિનિટથી લઈને રાતે 9 વાગ્યેને 19 મિનિટ સુધી રાખડી બાંધી શકે છે.

રક્ષાબંધન પર ભદ્રા કાળ (રક્ષાબંધન 2022 ભદ્રા કાળ)

રક્ષાબંધન ભદ્રા અંત સમય – રાતે 08 વાગ્યેને 51 મિનિટ પર

રક્ષાબંધન ભદ્રા પૂંછ - સાંજે 05 વાગ્યેને 17 મિનિટથી 06 વાગ્યેને 18 મિનિટ સુધી

રક્ષાબંધન ભદ્રા મુખ - સાંજે 06 વાગ્યેને 18 મિનિટથી 08 વાગ્યા સુધી

ભદ્રા કાળમાં કેમ નહીં બાંધવી જોઈએ રાખડી

હિંદુ પંચાંગમાં ભદ્રા કાળને અશુભ સમય માનવામાં આવે છે. આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ હોય છે. તેથી આ દરમિયાન રાખડી બાંધવા જેવુ શુભ કાર્ય પણ નહીં કરવું જોઈએ. ભદ્રા કાળમાં મુંડન, લગ્ન, ગૃહપ્રવેશ, તીર્થ સ્થાનો પર જવું, નવો ધંધો શરૂ કરવો જેવા કાર્યો કરવા પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

કોણ છે ભદ્રા ?

ભદ્રા માતા સૂર્યદેવ અને છાયાની પુત્રી તેમજ શનિદેવની બહેન છે. તેમના રૂપની વાત કરીએ તો ખૂબ જ વિકરાળ છે. તેમનો રંગ કાળો છે, વાળ અને દાંત ખૂબ લાંબા છે. આ ભયાનક સ્વરૂપને કારણે, તેને હિંદુ પંચાંગમાં વિષ્ટિ કરણના રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ભદ્રા માતાનો જન્મ થયો હતો ત્યારે તે આખી દુનિયાને ગળી જવાની હતી. જેના કારણે તેણે યજ્ઞ, પૂજા-પાઠ અને મંગલ કાર્યોમાં વિઘ્ન નાખવાનું શરૂ કરી દીધું. ત્યાર પછી, બ્રહ્માજીએ સમજાવ્યા બાદ, તેમને કરણોમાંથી સાતમા સ્થાન વિષ્ટિ કરણના રૂપમાં સ્થાન પ્રાપ્ત થયું.

ભદ્રા કાળમાં શું કામ કરવું જોઈએ?

ભદ્રા કાળ દરમિયાન હથિયારોનો ઉપયોગ, ઓપેશન, કોઈની સામે કાયદાકીય કાર્યવાહી, પશુ સંબંધિત કાર્યોની શરૂઆત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ભદ્રાના પ્રભાવથી બચવા માટે દરરોજ સવારે ઉઠીને ભદ્રાના 12 નામોંનો જાપ કરવો જોઈએ. જો તમારા માટે કોઈ કામ કરવું ખૂબ જ જરૂરી છે તો તમે તેને ત્યારે કરી શકો છો જ્યારે સવારના સમયે ભદ્રા ઉત્તરાર્ધમાં હોય છે અથવા રાતના સમયે ભદ્રા પૂર્વમાં હોય છે.

શું છે ભદ્રાના 12 નામ

આ છે ભદ્રાના 12 નામ – ધાન્યા, દધિમુખી, ભદ્રા, મહામારી, ખરાનના, કાલરાત્રી, મહારુદ્રા, વિષ્ટિ, કુલપુત્રિકા, ભૈરવી, મહાકાલી, અસુરક્ષયકારી. માનવામાં આવે છે કે, જો તમે ભદ્રાનો આદર કરો છો અને તેની પૂજા કરો છો તો તેનાથી ભદ્રાકાળ દરમિયાન તમે કષ્ટોથી મુક્ત રહેશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp