આ દેશોમાં રોઝા ન રાખનારાઓને મળે છે આકરી સજા

PC: insidene.com

રમઝાનનો પાક મહિનો ચાલી રહ્યો છે. આ દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો આખો મહિનો રોઝા રાખે છે. સાથે જ તેઓ 5 વખતની નમાજ, કુરાનની તિલાવત અને જકાતની અદાયગી કરે છે. રમઝાનના મહિના બાદ મીઠી ઈદ અથવા ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવે છે. માન્યતા છે કે રમઝાનમાં જન્નતના દરવાજા ખોલવામાં આવે છે. આ કારણે જ લગભગ તમામ મુસ્લિમ રોઝા રાખે છે. પરંતુ, પ્રવાસ, બીમારી, ગર્ભાવસ્થા અને માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન લોકોને રોઝા રાખવાની પરવાનગી નથી. તો બીજી તરફ મુસ્લિમ દેશોમાં રોઝા ન રાખવા એ અપરાધ માનવામાં આવે છે. ત્યાં રોઝા ન રાખનારાઓને સજા આપવાનું પ્રાવધાન પણ છે.

સાઉદી અરબ

આ દેશનો કાયદો ઈસ્લામિક કાયદા અનુસાર બનાવવામાં આવ્યો છે. અહીં તમામ મુસ્લિમ લોકો માટે રોઝા રાખવા ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ, જો વિદેશ અથવા બિન-મુસ્લિમ વ્યક્તિ અહીં ઈફ્તાર પહેલા ખાતા-પીતા, ધૂમ્રપાન કરતા, શરાબ પીતા અને મોટા અવાજે ગીત સાંભળતા દેખાય તો તેમની વિરુદ્ધ અહીં કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ કાર્યવાહી અંતર્ગત તેમને કારાવાસ, ચાબુક મારવા અને દેશ નિકાલ જેવી સજા આપવામાં આવે છે.

મલેશિયા

મલેશિયા જેવા મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશમાં જો કોઈ મુસ્લિમ વ્યક્તિ ઈફ્તાર પહેલા દિવસના સમયે પોતાનો રોઝો તોડે, તો ધાર્મિક પોલીસ તેની ધરપકડ કરી લે છે. આ ઉપરાંત, મલેશિયામાં રમઝાનમાં કોઈપણ ઈફ્તાર પહેલા ખાવાનું કે તંબાકુ વેચી ન શકે, જેને કારણે અહીં સાંજે જ ખાવા-પીવાની દુકાનો ખોલવામાં આવે છે. એવું ના કરનારાઓ પર 16000થી 30000 સુધીનો દંડ અથવા એક વર્ષ સુધી કેદની સજા અથવા બંને સાથે જ થઈ શકે છે. અહીં સજા રોઝા ન રાખનારા અને સાર્વજનિક સ્થાન પર ખાતા-પીતા લોકો પર પણ લાગુ થાય છે. તે સાથે જ રોઝા દરમિયાન ખાવાનું વેચનારાઓનું લાયસન્સ પૂછ્યા વિના જ રદ્દ કરી દેવામાં આવે છે.

કુવૈત

અહીં રમઝાનમાં મુસ્લિમ અને ગૈર-મુસ્લિમ બંને સમુદાયો માટે સાર્વજનિક જગ્યાઓ પર ખાવા-પીવા, ધૂમ્રપાન કરવા અને શરાબ પીવા પર સખત મનાઈ છે. તેને માટે કુવૈતમાં 1968ના કાયદા નંબર 44માં નિયમ તોડવાની સજા પણ નક્કી કરવામાં આવી છે. જેમાં વ્યક્તિને આશરે 1 મહિના સુધીની જેલની સજા અને 100 કુવૈતી દીનાર (આશરે 23 હજાર)નો દંડ ભરવો પડે છે.

ઓમાન

રમઝાનમાં અહીંના નિવાસિઓ (મુસ્લિમ કે બિન-મુસ્લિમ) માટે ઓમાન દંડ સંહિતા અનુસાર, સમાન આચારસંહિતાનું પાલન કરવું જરૂરી હોય છે. ઓમાની કાયદામાં ઈફ્તાર પહેલા કોઈપણ વ્યક્તિ દ્વારા રોઝા તોડવા, પબ્લિક પ્લેસ પર ખાવું-પીવું અને સ્મોકિંગ કરવા પર તેમને 10 દિવસથી લઈને 3 મહિના સુધીની જેલની સજા આપવાનો પ્રાવધાન છે. જોકે, આ કાયદામાં દંડની કોઈ સજા નક્કી કરવામાં નથી આવી.

આ બધા ઉપરાંત, UAEમાં રમઝાનનો મહિનો શરૂ થતા જ કામ કરવાનો સમય 8 કલાકથી ઘટાડીને 6 કલાક કરી દેવામાં આવે છે. એટલે કોઈપણ કંપની કે ફર્મ ત્યાં પોતાના કર્મચારીઓ (મુસ્લિમ અને નોન-મુસ્લિમ) પાસે 6 કલાક કરતા વધુ કામ ના કરાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp