ધુળેટીની ઉજવણી કરી થાકી ગયા હોવ તો ઘરે બનાવો આ 3 વાનગીઓ

PC: khabarchhe.com

હોળી-ધુળેટીના તહેવારોમાં રંગોથી રમવાને કારણે થાકી જવાય છે. બે દિવસ સુધી મોજમસ્તી કર્યા બાદ આટલી ગરમીમાં રસોઈ બનાવવાની વાત આવે ત્યારે કંટાળો આવવો સ્વાભાવિક છે. ફેસ્ટિવલમાં કામ કર્યા બાદ પણ આરામ મળી રહે તેવું ગૃહિણીઓ ઇચ્છતી હોય છે. તેવામાં અહીં ઝડપથી બની જાય તેવી ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓની રેસિપિ રજૂ કરવામાં આવી છે. 

સેવ ઉસળ:



સામગ્રી:

  • એક કપ સફેદ વટાણા
  • ત્રણ ટામેટા
  • આદું-મરચાં-લસણની પેસ્ટ
  • ત્રણ તજ લવિંગના ટુકડા
  • એક ટીસ્પૂન જીરું લીમડો
  • અડધી ટીસ્પૂન હીંગ
  • એક ટીસ્પૂન જીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • એક ટીસ્પૂન મરચું
  • એક ટીસ્પૂન ધાણાજીરુ
  • એક ટીસ્પૂન ગરમ મસાલો
  • લીંબુનો રસ
  • ડુંગળી ઝીણી સમારેલી
  • ખજૂર આમલી લસણની ચટણી
  • ઝીણી સેવ


રીત:

  1. સૌ પ્રથમ વટાણાને ચાર કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને કૂકરમાં બાફી દો.
  2. પછી તેમાં હળદર, મરચું મીઠું ધાણા જીરુંને મિક્સ કરી ચાર સીટી વગાડો.
  3. એક કડાઇમાં તેલ લઇ તેમાં તજ લવિંગ, જીરું, હિંગ, આદુ, મરચા લસણની પેસ્ટ ઉમેરો.
  4. બાદમાં ટામેટાની ગ્રેવી સાથે બધો જ મસાલો અને વટાણા ઉમેરો.
  5. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવો.
  6. સેવ ઉસળ જમતા સમયે જ ઉસળ ઉપર ઝીણી સેવ મિક્સ કરો.
  7. ડિશમાં સર્વ કરતા અગાઉ કોથમીર, લાલ લીલી ચટણી, ડુંગળી ટામેટા ઉમેરો. તેની સાથે પાઉ સર્વ કરો.

 

મેથી પકોડા:

સામગ્રી:

  • પાંચસો ગ્રામ મેથીની ભાજી
  • અઢીસો ગ્રામ ચણાનો લોટ
  • આદુ
  • પચાસ ગ્રામ ઘઉંનો દરદરો લોટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાંચ લીલા મરચા મરચું
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી ધાણા
  • અડધી વાટકી દહીં
  • તેલ તળવા માટે

રીત:

  1. પ્રથમ ભાજીને પાણીમાં ધોઇ નાખો.
  2. ચણાના લોટમાં ઘઉંનો કરકરો લોટ નાંખી એક ચમચો તેલ નાંખો.
  3. આ મિશ્રણમાં મેથીની ભાજી, આદુ મરચાં વાટીને નાખો.
  4. બાદમાં તેમાં ધાણાં, મીઠું, મરચું, હળદર, દહીં નાંખી ખીરૂ તૈયાર કરો.
  5. ત્યારબાદ ગેસ પર એક કડાઇમાં તેલ લઇ તેને ગરમ કરો.
  6. ત્યારબાદ ગોળ ગોટા તળો. ગોટા સાથે લીલી ચટણી સર્વ કરો.



દૂધીના થેપલા:



સામગ્રી:

  • 1 દૂધી
  • 11/2 કપ ઘઊંનો લોટ
  • 6 ટેબલસ્પૂન ચણાનો લોટ
  • 1/2 ટીસ્પૂન હળદર
  • 1/4 ટીસ્પૂન અજમો
  • 1/2 લાલ મરચાંનો પાઉડર
  • 3 ટીસ્પૂન દહીં
  • મીઠું સ્વાદઅનુસાર
  • તેલ જરૂર પ્રમાણે

રીત:

  1. સૌપ્રથમ દૂધીને છીણી દો.
  2. છીણેલી દૂધીમાં ઘઊંનો લોટ, બેસન, હળદર, લાલ મરચાંનો પાવડર, અજમો, દહીં અને મીઠું વગેરે મિક્સ કરો.
  3. બાદમાં તેમાં પાણી ઉમેરી નરમ કણક બાંધો.
  4. કણકમાંથી નાનો લૂઓ લઈને તેના ગોળ થેપલા વણો.
  5. હવે થેપલાને તવા પર તેલ નાખીને શેકી લો.
  6. દૂધીના થેપલાં કોથમીર મરચાંની ચટની કે પછી દહીં સાથે ગરમા-ગરમ સર્વ કરી શકાય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp