બોલિવુડમાં જોવા મળી કેટલીક યાદગાર હોળી

બોલિવુડને હોળી વગર વિચારવું શક્ય જ નથી. એક સમયમાં બોલિવુડમાં હોળીને લગતા દૃશ્યો નિયમિત આવતા અને જો દૃશ્ય ન હોય તો ગીત તો જરૂર આવતું. ધીમેધીમે આપણી ફિલ્મોમાંથી હોળીનું મહત્ત્વ ઓછું થતું ગયું. પરંતુ તેમ છતાં આપણને બોલિવુડની કેટલીક ફિલ્મોમાં જોવા મળેલા કેટલાક દૃશ્યો આપણને આજે પણ એટલા જ યાદ છે બરોબરને? ફિલ્મ ‘સિલસિલા’નું એ દૃશ્ય કોણ ભૂલી શકે જ્યારે રેખા અને જયા બચ્ચન એક જ ફ્રેમમાં આમને સામને આવે છે અને રેખા જયાને કહે છે તેણે એ વ્યક્તિ સાથે લગ્ન નથી કર્યા જેને તે પ્રેમ કરતી હતી તો બીજી તરફ અમિતાભ પણ સંજીવ કુમારને આ જ વાત કરતા નજરે ચડે છે.

‘શોલે’ ની હોળી પણ અનોખી હતી. પહેલા તો હોળીના અમુક દિવસો અગાઉ જ ગબ્બરના ત્રણ ડાકુઓને રામગઢવાસીઓ વિરુ અને જયને લીધે ખાલી હાથે જવું પડ્યું તેને લીધે ખુશ થઈને હોળી રમતા હોય છે અને આ સેલિબ્રેશન દરમ્યાન જ ખુદ ગબ્બર રામગઢ પર ચડી આવે છે અને વિરુ અને જયને પણ તેની સામે હાજર થવું પડે છે. આ સમયે જય ચાલાકી વાપરીને ગબ્બરની આંખોમાં રંગ નાખીને આખી બાજી પલટાવી દે છે. તો બીજી તરફ ઠાકુરને હાથ નથી તે હકિકત પણ આ બંનેને હોળીના દિવસે જ ખબર પડે છે.

હોળીને બોલિવુડે ડર નો રંગ પણ આપ્યો છે અને આ ડર આપણને યશ ચોપરાની ફિલ્મ ‘ડર’ માં ખાસ જોવા મળ્યો હતો. કિરનને એકતરફી પ્રેમ કરતો રાહુલ એટલેકે શાહરૂખ ખાન હોળીના સેલિબ્રેશન દરમ્યાન કિરન એટલે જૂહીના ઘરમાં ઢોલીના વેશમાં ઘૂસી જાય છે અને જબરદસ્તી તેને રંગ લગાવવા જતા સન્ની દેઓલની નજરે ચડી જાય છે. ત્યારબાદ સન્ની દૂર સુધી શાહરુખનો પીછો કરે છે એ દૃશ્ય ખુબ યાદગાર બન્યું છે. હોળીનો આવો જ એક નેગેટિવ રંગ ફિલ્મ ‘દામિની’માં પણ જોવા મળ્યો હતો. મિનાક્ષી શેષાદ્રી અને તેના પતિ બનતા રિશી કપૂર રિશીના નાના ભાઈ અને દોસ્તોને ઘરની નોકરાણી ઊર્મિ પર બળાત્કાર કરતા હોળીના દિવસે જ જોઈ જાય છે અને પછી આખા ઘરમાં મહાભારત સર્જાય છે. આમ બોલિવુડે હોળીના અનેક રંગો જોયા છે અને આપણને બતાવ્યા પણ છે. ખરી વાત છે, બોલિવુડ એ ભારતીય સમાજનો આઈનો જ છે.

આ સિવાય આ સોંગ્સ પણ હોળીના દિવસે સાંભળવા મળે છે.

લેટ્સ પ્લે હોલી

બલમ પીચકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp