સુરતમાં ગણપતિ જોવા હોય તો ડ્રાઈવિંગ લાઇસન્સ ફરજિયાત બતાવવું પડશે, કારણ જાણો

PC: wikimedia.org

આગામી સપ્ટેમ્બર મહિનામાં ગણેશોત્સવની શરૂઆત થઈ જશે. ત્યારે આ વર્ષે સુરતમાં એક એવા ગણપતિ બેસાડવામાં આવશે કે, જે ગણપતિના દર્શન જે લોકો પાસે લાઇસન્સ હશે તે જ લોકો કરી શકશે. આ ગણપતિ સુરતના ગાર્ડન ગ્રુપ દ્વારા બેસાડવામાં આવશે. આ વર્ષે ગાર્ડન ગૃપ દ્વારા ગણપતિન માધ્યમથી સમાજને અલગ અલગ સંદેશાઓ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગાર્ડન ગ્રુપ દ્વારા આ વર્ષે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ થવા બદલ હિંદુ અને મુસ્લિમ લોકો ભેગા મળીને લાલચોકમાં તિરંગો ફરકાવતી થીમ, આ ઉપરાંત વાહન, આગ અને પાણીથી થતા અકસ્માતીની થીમનું પ્રદર્શન કરવામાં આવશે અને આ ઉપરાંત TIK TOKના પર્વત પર સેલ્ફી લેતા યુવકની થીમ પણ બનાવશે.

આ વર્ષે અકસ્માતની થીમ બનાવવાનું કારણ એ છે કે, ગાર્ડન ગ્રુપના અગ્રણી હર્ષ મહેતાના પિતાનું અકસ્માતના કારણે મૃત્યુ થયું હતું. તેથી તેઓ હવે શહેરના અન્ય લોકોમાં આ બાબતે જગુતી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી કરીને ગણપતીના દર્શન માટે એક નિયમ પણ બનાવવામાં આવ્યો છે. જે લોકોની પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ હશે તેઓ જ ગણપતિના દર્શન કરી શકશે અને જેમની પાસે લાઇસન્સ નહીં હોય તે લોકોને આ ગ્રુપના અન્ય સભ્યો લાઇસન્સ કઢાવવામાં મદદ કરશે.

મહત્ત્વની વાત એ છે કે, પાણીના પ્રદુષણને અટકાવવાના સંદેશ માટે આ વર્ષે ગાર્ડન ગ્રુપ દ્વારા માત્ર બે ફૂટની ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત આ પ્રતિમામાં એક કાણું પણ રાખવામાં આવ્યું છે. ગણેશજીના વિસર્જન કરવા માટે અલગ પ્રકારની સુવિધા ગોઠવવામાં આવી છે કે, સ્ટેજ પર ગણેશજીને હોળીમાં બેસાડીને ફૂવારો શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ આપોઆપ ગણેશજીની પ્રતિમા પાણીમાં વિસર્જિત થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp