સત્ય અને અસ્તિત્વનો સંદેશ આપે છે ક્રિસમસ

PC: youtube.com

આમ તો ક્રિસમસ તહેવાર વિશે આપને ઘણાં બધા અહેવાલ સાંભળવા મળ્યાં હશે. પરંતુ આ અહેવાલ અંગે કદાચ તમને જાણકારી નહી હોય. પ્રભુ ઇસુના જન્મની ખુશીનો તહેવાર ક્રિસમસ સમગ્ર વિશ્વના સાથે દેશમાં પણ ઉત્સાહથી મનાવવામાં આવે છે. વિશ્વનો સૌથી મોટો તહેવાર ગણવામાં આવતો આ પર્વ આપણે સત્ય અને અસ્તિત્વના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. ભગવાન ઇસુએ સમગ્ર વિશ્વને એકતા અને ભાઇબંધ રહેવાની શીખામણ આપી. સાથે જ લોકોને સત્યના માર્ગ પર ચાલવાનો રસ્તો દેખાડ્યો.

ભગવાન ઇસુના જન્મની કોઇ જ્ઞાન જન્મતિથિ નથી, તેમ છતાંય વિશ્વમાં ક્રિસમસને પ્રભુ ઇસુના જન્મદિવસના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે. ક્રિસમસ ખ્રિસ્તી લોકોનો સૌથી મોટો તહેવાર છે, એટલા માટે‘મોટો દિવસ’પણ કહેવામાં આવે છે. ક્રિસમસના દિવસે ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓ થાય છે. આ દિવસે ઘરના આગણામાં ક્રિસમસ ટ્રી લગાવવામાં આવે છે.

આ પર્વ રોમન જાતિના એક તહેવારનો દિવસ હતો, જેમાં સૂર્ય ભગવાનની આરાધના કરવામાં આવી હતી. એ પણ માનવામાં આવતું હતું કે આ દિવસે સૂર્યનો જન્મ થયો હતો. પછી જ્યારે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો તો લોકો ભગવાન ઇસુને સૂર્યના અવતાર સમજી આ દિવસે તેની પણ પૂજા કરવા લાગ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp