ગણેશ મહોત્સવમાં મૂર્તિના સ્થાપન-વિસર્જન અંગે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું

PC: khabarchhe.com

કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામા દ્વારા ગણેશ મહોત્સવના તહેવારને અનુલક્ષીને આગામી તા.9/9/21થી તા.19/9/2021 દરમિયાન ગણેશ મહોત્સવ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનો હુકમ કર્યો છે. ગણેશ તહેવાર દરમિયાન મહત્તમ ચાર ફુટની જયારે ઘરમાં મહત્તમ બે ફુટની ગણેશમુર્તિનું સ્થાપન કરી શકશે. પંડાલ/મંડપ શકય તેટલો નાનો રાખવાનો રહેશે. આયોજકો દ્વારા પંડાલ/મંડપમાં સોશીયલ ડિસ્ટન્સીંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે.

ઉત્સવમાં માત્ર પુજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય કોઈ ધાર્મિક/સાંસ્કૃતિ કાર્યક્રમો યોજવા નહીં. ગણેશ સ્થાપન તથા વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફકત એક જ વાહન મારફતે સ્થાપન અને વિસર્જન કરી શકાશે. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે.

ઘરે સ્થાપન કરવામાં આવેલા ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામાં આવે તે હિતાવહ છે. સ્થાનિક સત્તામંડળે ગણેશ વિસર્જન માટે વધારે કુત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે. ગણેશ તહેવાર દરમિયાન પોલીસ કમિશનરની હદ વિસ્તાર સિવાયના સુરત મ્યુનિસિપલન કોર્પોરેશનમાં સમાવિષ્ટ સુરત શહેરમાં રાચત્રી કફર્યું રાત્રીના 12.00 વાગ્યાથી લાગુ થશે. ગણેશ પડાલ/મંડપમાં રાત્રિના 11.00 સુધી જ દર્શન ચાલુ રાખી શકાશે. આ જાહેરનામું સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તાર તથા સુરત જિલ્લાના પોલીસ કમિશનરની હદવિસ્તાર સિવાયના મ્યુ.કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તારમાં લાગુ પડશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ

કોરોના વાયરસની પરિસ્થિતિ તથા આગામી તહેવારોને ધ્યાને લઈને જાહેર શાતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેરના પોલિસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી પરવાનગી વગર જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા ભરવી કે બોલાવવી નહીં. તેમજ સરઘસ કાઢવા ઉપર તા.13/09/2021 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp