પતંગ અને દોરાની સાથે-સાથે અમદાવાદમાં ધાબાના ભાડામાં પણ વધારો થયો

PC: rediff.com

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે બજારમાં પતંગ અને માંજાઓના સ્ટોલ પર લોકોની ભીડ જોવા મળે છે. ઉત્તરાયણના દિવસે આખો દિવસ પતંગ ચગાવવા માટે લોકો સુર્યના તાપથી બચવા માટે ટોપી અને ચશ્માંની ખરીદી કરી રહ્યા છે. આ મોંઘવારીના સમયના આ વર્ષે પતંગ અને માંજાના ભાવમાં પણ વધારો થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના ગાંધીરોડ, ખાડિયા, રીલીફ રોડ, રાયપુર સહિતના કોટ વિસ્તારોમાં ધાબાની ડીમાન્ડમાં પણ વધારો થયો છે.

ગત વર્ષે નાના ઘાબાનું ભાડુ 2 હજારથી 6 હજાર સુધી હતું અને મોટા ધાબાનું ભાડુ 10થી 12 હજાર રૂપિયા હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ધાબાના ભાવમાં પણ સાતથી આઠ હજાર રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષે જે ધાબુ 10થી 12 હજાર રૂપિયામાં ભાડે મળતું હતું તે ધાબુ 18થી 20 હજાર રૂપિયામાં અત્યારે ભાડે મળે છે. ભાડાની સાથે-સાથે ધાબાના માલિકોએ સુવિધાઓમાં પણ વધારો કર્યો છે. આ વર્ષે ધાબા માલિકો કેટરિંગ સર્વિસની સાથે-સાથે ફીરકી, પતંગ, મ્યુઝીક સિસ્ટમ, લંચ, બ્રેકફાસ્ટ અને ચા પણ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, GSTના કારણે આ વર્ષે પતંગના ભાવમાં વધારો થયો છે. જે પતંગ ગત વર્ષે 60 રૂપિયાનો પંજો મળતો હતો તે પતંગનો પંજો આ વર્ષે 80 રૂપિયામાં વેંચાઈ રહ્યો છે પરંતુ દર વર્ષે ભાવ વધે કે, ઘટે પણ પતંગ ચગાવવાના શોખીન ગમે તે ભાવે પતંગ અને માંજાની ખરીદી કરીને પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp