અમદાવાદીઓ માટે ધૂળેટીની મજા બગડી, જાણો શું ખબર છે

PC: www.revv.co.in

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આંશિક ઘટાડો થયો છે. જેને ધ્યાને લઈને સરકાર તરફથી નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. પણ રાજ્યમાંથી કોરોના વાયરસ હજુ સંપૂર્ણપણે નાબુદ થયો નથી. એ સમયે અમદાવાદમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં ચાલી રહેલી ક્લબે નિર્ણય કર્યો છે કે, આ વખતે હોળી ધૂળેટીના રંગપર્વ પર કોઈ મોટું સેલિબ્રેશન નહીં કરે. આ ઉપરાંત કોઈ રેઈન ડાન્સ નહી થાય.

શહેરની જાણીતી ક્લબ જેવી કે, રાજપથ, કર્ણાવતી અને YMCAમાં હોળીની કોઈ રીતે ઉજવણી કરવામાં નહીં આવે. અમદાવાદમાં હજું પણ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. એટલે રેઈન ડાન્સથી કોરોના વાયરસ ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈને શહેરની જાણીતી ક્લબે પ્રજાના હિતમાં નિર્ણય લીધો છે. હોળી-ધૂળેટીનું જો મસમોટું સેલિબ્રેશન કરવામાં આવે અને જો લોકો ભેગા થતા કોરોના વાયરસના કેસ વધે તો ગંભીર પરિણામ આવી શકે. કેસ નહીં વધે એની હાલમાં કોઈ ગેરેન્ટી નથી. જેથી પ્રજાના આરોગ્યને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા વર્ષથી રાજ્યમાં કોરોના વાયરસને કારણે મોટી ઉજવણી પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો.

હાલમાં રાજ્ય સરકાર તરફથી છૂટછાટ આપવામાં આવી છે. પણ તેમ છતાં સંક્રમણ વકરવાના ભયથી રાજપથ, કર્ણાવતી અને YMCAમાં હોળીની કોઈ રીતે ઉજવણી કરી શકાશે નહીં. દર વર્ષે અમદાવાદમાં ક્લબમાં ધૂળેટી રમવા માટે ડી.જે. વીથ રેઈન ડાન્સનું મોટું આયોજન કરવામાં આવે છે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઈને મોટાભાગની ક્લબે આ પ્રકારનો નિર્ણય કર્યો છે.

જોકે, કર્ણાવતી અને રાજપથ જેવી ક્લબે આ પ્રકારનો નિર્ણય લેતા અન્ય ક્લબ પણ આ અંગે નિર્ણય લેશે. હોળી ધૂળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં આ વખતે મોંઘવારીના મારમાંથી કલર અને પિચકારી જેવી વસ્તુ પણ બાકાત નથી. પિચકારી અને કલરના ભાવમાં કુલ 35 ટકાનો મોટો વધારો છે. એવું રાજકોટ-સૌરાષ્ટ્રના વેપારીઓ કહે છે. હોળી નજીક કલર્સ અને પિચકારીવાળાને ત્યાં હજુ પાંખી હાજરી છે. હાલમાં રાજકોટમાં માંડ 50 લાખનો કલર પિચકારીનો માલ આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે માર્કેટને માઠી અસર થઈ છે. વેપારીઓ કહે છે કે, કોરોનાને કારણે જોઈએ એટલું ઉત્પાદન આ વખતે નથી. કલરના ભાવમાં 35 ટકાનો વધારો છે. ઓર્ગેનિક કલર તો ગત વર્ષ કરતા પણ મોંઘા છે. કલર અને પિચકારી સૌરાષ્ટ્રમાં અમદાવાદ, મુંબઈ અને દિલ્હીથી આવે છે. પણ હાલમાં માલ મર્યાદિત છે. કલરની વેરાઈટી પણ ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp