આ ધનતેરસ પર અચૂક ખરીદો આ વસ્તુ, પૈસાદાર થવાથી કોઈ નહીં રોકી શકે

PC: herzindagi.info

દિવાળીના 2 દિવસ પહેલાં આવનાર તહેવાર ધનતેરસને બહુ શુભ માનવામાં આવે છે. ધનતેરસથી પાંચ દિવસ સુધી દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થઈ જાય છે. આ વર્ષે 5 નવેમ્બરે ધનતેરસ છે અને 7 નવેમ્બરે દીવાળીનો તહેવાર છે. ધનતેરસ પર બજારમાંથી શુભ વસ્તું ખરીદવાનું બહુ મહત્ત્વ છે. આ દિવસે જે વસ્તુ ઘરે લાવવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધનતેરસના દિવસે નીચે જણાવેલી વસ્તું જરૂરથી ખરીદવી તેનાથી ક્યારે પણ ઘરમાં પૈસાની તંગી ઉભી નહીં થાય.

1. સોના-ચાંદીના સિક્કા જેના પર માં લક્ષ્મીની પ્રતિમા હોય તે શુભ હોય છે.
2. સોના-ચાંદીથી બનાવેલી જ્વેલરીને ધનતેરસનાં દિવસે ઘરે લાવવાથી આખુ વર્ષ માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.
3. જે લોકોને પોતાનો વ્યવસાય હોય છે તેમને ધનતેરસ પર વ્યવસાય સંબંધિત કોઈના કોઈ વસ્તુ જરૂરથી ખરીદવી જોઈએ.
4. ધનતેરસ પર ઈલેક્ટ્રોનિક વસ્તુ પણ જરૂરથી ખરીદી શકાય છે.
5. લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ધનતેરસ પર 11 ગોમતી ચક્ર જરૂરથી ખરીદવું.
6. ધનતેરસ પર પીતળના નાના નાના વાસણ જરૂરથી ખરીદવા જોઈએ.
7. ધનતેરસ પર શાવરણી ખરીદવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે કેમ કે શાવરણીમાં મા લક્ષ્મીનો વાસ હોય છે.
8. સ્વસ્તિક અને ઓમની આકૃતિ બનેલી વસ્તુ જરૂરથી ખરીદવી.
9. ધનતેરસ પર કોથમીરની ખરીદીને શુભ માનવામાં આવે છે. દિવાળીના દિવસે પૂજામાં લક્ષ્મીને કોથમીરના બીજ અર્પિત કરીને તેને પોતાની તિજોરીમાં રાખવા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp