આ ગણેશ ચતુર્થીએ 5 ગ્રહોનો શુભ સંયોગ, પૂજા ક્યારે કરવી તે પણ જાણો

PC: https://www.thequint.com

વિધ્નહર્તા, મંગલમૂર્તિ ભગવાન ગણપતિનું 10 સપ્ટેમ્બરે આગમન થઇ રહ્યું છે. હિંદુ પંચાગ અનુસાર. ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. આ જ તિથિએ ભગવાન ગણેશનો જન્મ થયો હતો.

સનાતન ધર્મમાં ગણેશ ચતુર્થીનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે લોકો ઘરોમાં અને  સાર્વજનિક મંડપોમાં  ગણેશની પ્રતિમાની ભક્તિભાવ પૂર્વક સ્થાપના કરે છે. અનંત ચૌદશ આ વખતે 19 સપ્ટેમ્બરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે 5 ગ્રહોનો અદભુત સંજોગ બને છે.

જયોતિષોના કહેવા મુજબ ગ્રહોના આ શુભ સંયોગને કારણે બાપ્પા બધાની પરેશાની  દૂર કરશે અને જીવન મંગલમય રહેશે. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે ગણેશોત્સવ મનાવી શકાયો નહોતો એટલે આ વખતે ભક્તોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

10 સપ્ટેમ્બરે આખો દિવસ ચતુર્થી તિથિ છે. આ વખતે ગણેશ ચતુર્થી પર 5 ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે.  આ વખતે બુધ કન્યા રાશિમાં, શુક્ર તુલા રાશિમાં, રાહુ વૃષભ રાશિમાં, શનિ મકર રાશિમાં, કેતુ વૃશ્ચિક રાશિમાં પોતાની શ્રેષ્ઠ સ્થિતિમાં બિરાજમાન બનશે. આ સંયોગ એકદમ શુભ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોના મહામારીને કારણે જે અસ્થિરતા ઉભી થઇ છે તે પરેશાની દુર થશે.

ગણેશ ચતુર્થી પર ચિત્રા, સ્વાતિ નક્ષત્રની સાથે રવિ યોગનો સંયોગ બની રહ્યો છે. એટલે આ વખતે રવિ યોગમાં પુજા થશે. આ શુભ યોગમાં નવું કામ શરૂ કરવુ અને ગણપતિની પુજા મંગલકારી માનવામાં આવે છે.

ગણેશ ચુતર્થી પર આ વખતે મુહૂર્તનો સમય સવારે 11-21થી બપોરે 1-33 વાગ્યા સુધી છે ઉપરાંત ચતુર્થી તિથિ રાત્રે 9-57 વાગ્યા સુધી હોવાને કારણે આખો દિવસ પુજા થઇ શકે છે.

જયોતિષના જાણકારોનું કહેવું છે કે, ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન  કરવું ન જોઇએ. એવી માન્યતા છે કે ચંદ્ર દર્શન કરવાથી કંલક લાગે છે. સાથે જ ગણેશ ભગવાનની પુજા કરતી વખતે તુલસીના પાન પણ ચઢાવવા ન જોઇએ. પૌરાણિક કથા મુજબ એક વાર તુલસીએ ગણેશને ગજમુખ અને લંબોદર કહીને લગ્નની દરખાસ્ત કરી હતી. એ વાતથી નારાજ ગણેશે તુલસીને શ્રાપ આપ્યો હતો, ત્યારથી ગણેશને તુલસીના પાન ચઢાવાતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp